Abtak Media Google News

રેસકોર્સ ગ્રાઉન્ડમાં ૧પ હજારથી વધુ ખેડુતો, ઉઘોગ સાહસિકો અને કૃષિ ક્ષેત્રના રિચર્સ કરતા પ્રોફેશનલ્સ ઉમટી પડશે

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની એક દાયકાથી લાંબી સફળતાની કથા છે. અને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો અને સમિટને સૌરાષ્ટ્ર પર કેન્દ્રિત સમાન પ્રકારની પ્લેટફોર્મ  ઓફર કરવા માટે શરુ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વાઇબ્રન્ટ વારસાને સ્થાનીક સ્તરે લાવવાના ખ્યાલ સાથે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમિટ-૨૦૧૬ ને ખુબ જ સારી સફળતા મળી હતી. આ એકસપો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વિચારધારા પર આધારીત છે અને આ એકસ્પો માં સમિટ દ્વારા જ્ઞાન વિતરણ અને એકસ્પો દ્વારા માર્કેટ એકસેસ થશે. આ એકસ્પો નો ઘ્યાન સૌરાષ્ટ્રમાં રોકાણ ખેંચી લાવ્યાનો નથી. પરંતુ ટેકનોલોજી સુધારો થાય અને સૌરાષ્ટ્રના ઉઘોગોને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ જાણવાની તક મળે જેથી તેમનું સ્તર વૈશ્ર્વિક ખેલાડીઓની સમાન બની શકે.

45 5તા. ૨૦-૪-૨૦૧૮ ના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડ સવારે ૧૦ વાગ્યે રાજકોટ શહેરના મેયર ડો. જૈમનભાઇ ઉ૫ાઘ્યાય અને અન્ય વિવિધ રાજકીય સામાજીક  અને ઔઘોગિક આગેવાનોની ઉ૫સ્થિતિમાં ચાર દિવસની આયોજનોમાં આઘ્યાત્મિક મંગળચરણ કરવામાં આવશે. ત્યારબાદર સાંજે ૪ વાગ્યાથી કેન્દ્ર અને રાજય સરકારના વિવિધ મંત્રીશ્રી દ્વારા યોજવામાં આવશે. વિધિવત ઉદધાટન થશે. આ આયોજન દરયિમાન જુદી જુદી દિવસ ગીરીરાજસિંહ, રાધામોહન સિંહ, પુ‚ષોત્તમ રુપાલા, મનસુખભાઇ મેવડીયા, સૌરભભાઇ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશભાઇ રાદડીયા ઉ૫સ્થિત રહી સર્વેુ અને માર્ગદશિત કરવા પ્રોત્સાહન કરશે.

સામાન્ય લોકો માટે મોટિવેશનલ વકતાઓ જેવા કે પ.પૂ. અપૂર્વ સ્વામી શ્રી જય વસાવડા વગેરે લોકો પોતાની વાત કરશે અને બે દિવસ મ્યુઝિકલ નાઇટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર ઓઇલ મીલ્સ એસો. ના પ્રેસિડેન્ટ સમીર શાહ એ જણાવ્યું કે, વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પોની બીજી આવૃતિમાં ૧પ હજારથી વધુ ખેડુતો, એન્ટરપ્રેન્યોર્સ, ઉઘોગપતિઓ અને કૃષિક્ષેત્રના રિચર્સ કરતા પ્રોફેશનલ્સ સહિતના લોકો ખુબ મોટી સંખ્યામાં ભાગ લેશે. આ સમીટ મારફતે સરકારના સત્તાધીશોએ સ્થાનીક કૃષિને વૈશ્ર્વિક સ્તરે નોંધનીય બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. સમીટમાં મશીન ઇકવીપમેન્ટસ, પ્રોસેસીંગ યુનિટ, કેમીકલ, પેસ્ટીસાઇડ, સહીતના અનેક ઉઘોગો પણ ભાગ લઇ રહ્યા છે. ટેકનોલોજી અને નોલેજ ઉપલબઘ્તતાની સાથે સાથે ખેડુતો અને ઉઘોગપતિઓને સૌરાષ્ટ્રમાં ટુરીઝમ, હોસ્પિટલીટી સહીતના બીઝનેસ સેગમેન્ટને પણ વિસ્તારવા અને વિકસાવવાની તકો પ્રાપ્ત બનાવાશે.

ગુજરાત એગ્રિકલચર મશીનરી મેનુફેકચરર્સ એસો.ના પ્રેન્સિડેન્ટ દિનેશ ખાનપરાના જણાવ્યા મુજબ, વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર સમીટમાં મગફળી મહોત્સવનું પણ અનોખું આકર્ષણ રહેશે. જેનો મુખ્ય હેતુ મગફળીના ઉત્પાદન માંથી બીજી પેદાશો જેવી કે, બેવરેજીસ, કોસ્મેટીકસ, પેઇન્ટસ સ્ટેઇન્સ સ્ટોક ફડસ ડ્રાય કોફી, બટર માયોનીજ, દવાઓ જેવી અનેક વસ્તુઓને ઘ્યાનમાં રાખવામાં આવે અને સૌરાષ્ટ્રની મગફળીને  વિશ્ર્વકક્ષાની વસ્તુઓમા વાપરી શકાય છે.

આ સમિટ ના આયોજક ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઇઓ સંદીપ પટેલે જણાવ્યું કે આ એકસ્પોમાં એગ્રિકલચર ઇન્ડસ્ટ્રીતથા વિવિધ ઉઘોગો સાથે જોડાયેલા ૧ર થી વધુ દેશો જેવા કે ઇઝરાઇલ, યુએસએ, થાઇલેન્ડ, કેનેડા, શ્રીલંકા, બ્રાઝીલ, તુર્કી, જાપાન, ઇન્ડોનેશિયા, રશિયા, ઓસ્ટ્રેલીયા, ફ્રાન્સ અને ભારતના અનેક રાજયોમાંથી લોકો ભાગ લેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.