Abtak Media Google News

તમારા બાથરૂમ, ટી.વી., વાહનો અને મોબાઇલ નંબર સહિતની વિગતો દેવા તૈયાર થઇ જાવ

એલપીજી અથવા પી.એન.જી. કનેકશન ઉપરાંત વેસ્ટ વોટરનો નિકાલ કેવી રીતે થશે સહિત અનેકવિદ્ય વિગતોની માહિતી લેવામાં આવશે

દેશભરમાં આગામી થોડા સમય બાદ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થવા જઇ રહી છે. ત્યારે આ વખતે વસ્તી ગણતરી સમયે તમામ લોકોની વિગતો જેવી કે બાથરૂમ, ટીવી, વાહનો તથા મોબાઇલ નંબરની વિગતો આપવી પડશે. જે હવે અનિવાર્ય બનાવી દેવામાં આવી છે. સરકાર દ્વારા આ પ્રક્રિયા ૧લી એપ્રિલના રોજથી શરુ થશે.

આ તકે રજીસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશ્નર એ માહીતી આપતા જણાવ્યું હતું કે, સર્વે કરતાં અધિકારીઓને તાકીદ કરતા જણાવાયું છે કે સર્વે સમયે તેઓ ૩૧ જેટલા પ્રશ્ર્નો પૂછી શકશે જેમાં ઘરને લગતી તમામ માહિતિીઓ આપવા ઘરના સભ્યો અને ઘરનાં  મોભી બંધાયેલ છે. જે પ્રક્રિયા આગામી ૧લી એપ્રીલ થી ૩૦ સપ્ટેમ્બર સુધી યોજાશે. આ કાર્ય બાદ દેશને તમામ લોકોને જે દેશમાં વસવાટ કરે છે તેમાંથી તેને તેમની તમામ વિગતો મળી રહેશે.

આ તકે દેશમાં લોકો જાણવામાં આવ્યું છે. કે મોબાઇલ નંબર કે જે સર્વેમાં આપવામાં આવશે, તેમાં તેનો નંબર માત્રને માત્ર વસ્તી ગણતરીના ઉપયોગ માટે જ લેવામાં આવશે. નહિ કે કોઇ અન્ય ઉપયોગ માટે

Patto Ban Labs 2

વધુમાં વસ્તી ગણતરી પ્રસંગે એ તમામ ઘરને લગતી વિગતો જેવી કે  ફેમેલી કેટલા ટેલીફોન, મોબાઇલ ફોન, સ્માર્ટ ફોન, સાયકલ, સ્કુટર, મોટર સાયકલ, મોપેડ, કાર, જીપ અથવા વાન સાથો સાથ રેડીયો તથા ટ્રાન્સીસ્ટર, ટેલીવીઝન, લેપટોપ અથવા કોમ્પ્યુટ અને તેની સાથે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે કે કેમ તે અંગેની માહીતી પણ આપવાની રહેશે.

એવી જ રીતે બીલ્ડીંગ નંબર, ઘર નંબર, ફલોર મટીરીયલ, ઘરની દિવાળ તથા તેની છત, ઘરની સ્થિતિ, તથા ઘરમાં વસ્તા લોકોની સંખ્યા અને ઘરના મોભી અને ઘરમાં વસતા લોકોની જાતી વિશે માહીતી લેવામાં આવશે.

વસ્તી ગણતરી કરવા આવેલા અધિકારીઓએ પણ માહિતી લેશે કે ઘરમાં વસ્તા લોક શેડયુલ કાસ્ટના છે કે શેડયુલ ટ્રાઇલનાં છે કે પછી અન્ય સમાજમાં છે તે અંગેની માહિતી પણ આપવાની રહેશે. સાથો સાથ ઘરનું ઓનરશીપ સ્ટેટસ, ઘરમાં રુમોની સઁખ્યા, પરણીત યુગલોની સંખ્યા જે ઘરમાં રહેલી છે. તે અંગે પણ માહીતી આપવામાં આવશે. પીવા લાયક પાણીનાં શ્રોત, તથા ઘરમાં ખાન પાન વિશે પણ માહીતી લેવવામાં આવશે.

વસ્તી ગણતરી સમયે લાઇટીંગનો શ્રોત, બાથરુમના પ્રકાર, ખરાબ પાણીનો નિકાલ, નાવવા માટેની સુવિધાઓ, રસોડામાં એલપીજી, પીએનજીનું કનેકશન તથા રસોઇ બનાવવામાં આવતા કયાં રાંધણ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે તે અંગે પણ માહીતી લેવવામાં આવશે.

સમગ્ર ભારતભરમાં જે ર૦૨૧ માટેની વસ્તી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. તે તમામ મોબાઇલ એપ્લીકેશન મારફતે વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. આ વખતની વસ્તી ગણતરીમાં પેન પેપરનો ઉપયોગ સહેજ પણ નહી થાઇ, એટલે કે પેપર લેસ વર્ક મારફતે આ વસ્તી ગણતરીનું આયોજન કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર, હીમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં વસ્તી ગણતરીની કામગીરી ૧લી ઓકટોબર ૨૦૨૦નાં રોજ યોજાશે. જયારે બાકી રહેતા રાજયોમાં વસ્તી ગણતરી ૧લી માર્ચ ૨૦૨૧ થી યોજાશે. કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર પણ બનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.