Abtak Media Google News

બિપોરજોય વાવાઝોડાને રોકવા વિશેષ વંદના

1000થી વધુ ભાવિકોએ હનુમાન ચાલીસા મંત્રોચ્ચાર સાથે આહુતી આપી

બોલબાલા ટ્રસ્ટ છેલ્લા 33 વર્ષથી સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે . જેમાં આપતકાલીન પરીસ્થીતીને પહોંચી વળવા હંમેશા તત્પર રહે છે . ત્યારે હાલની બિપોરજોય વાવાઝોડાની પરીસ્થીતીને રોકવા શ્રમિક સેવા સાથે આધ્યાત્મીક સેવાને પણ મોખરે રાખી છે.

તા .13  ને મંગળવારના રોજ બિપોરજોય વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં ન પડે અને આવી પડેલી આ મહામુસીબત આસાનીથી ટળી જાય તે માટે બાલાજી મંદિર, ભુપેન્દ્ર રોડ, રાજકોટ તેમજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે 21 કુંડી હનુમંત યજ્ઞ યોજાયેલ હતો.

11

આ યજ્ઞમાં 108 જેટલા સીનીયર સીટીઝનો સાથે યજમાનો તેમજ 1000 થી વધુ ભાવિકોએ હનુમાન ચાલીસાના પાઠ તેમજ મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ કરી હતી.  આ યજ્ઞમાં પૂ.વિવેક સ્વામી , પૂ.રાધારમણ સ્વામી સહિતના સંતો તેમજ લાખાભાઈ સાગઠીયા , મનિષભાઈ રાડીયા , કિશોરભાઈ કુંડારીયા , સુનિલભાઈ કોઠારીની વિશેષ ઉપસ્થીતી રહી હતી.  આ યજ્ઞકાર્યને બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ બોલબાલા ટીમ, બાલાજી મંદિર તેમજ સ્વામીનારાયણ મંદિર ની ટીમ , 100 જેટલા સ્વયંસેવકો સાથે રહી અનન્ય સેવા આપી બાલાજી હનુમાન દાદાના ચરણોમાં આવી પડેલ સંકટને પહોંચી વળવા પ્રાર્થના કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.