Abtak Media Google News
  • 19 દિવસ સુધી થયું કામકાજ, 25 બેઠકો મળી: ઋષિકેશ પટેલ

ગુજરાત વિધાનસભામાં ગઇકાલે બજેટ સત્રનું સમાપન થયું હતું. 19 દિવસ સુધી કામકાજ થયું હતું. 218 પ્રશ્નોની ચર્ચા કરાય હતી. પાંચ સરકારી વિધેયક પસાર કરાયા હતા.

રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે 15મી વિધાનસભાનું ચોથું સત્ર પૂર્ણ થતા મીડિયાને સંબોધતા કહ્યું હતું કે ,વર્ષ 2024-25 નું બજેટ સત્ર “વિકસિત ગુજરાત થી વિકસિત ભારત” સંકલ્પ પૂર્તિ તરફ પ્રથમ કદમ છે.

આ બજેટ સત્રમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રામમંદિર નિર્માણ અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે વડાપ્રધાનનો આભાર માનતો આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો . જેમાં ગૃહના તમામ સભ્યો સહભાગી બન્યા હતા.

સત્ર દરમિયાન ગીતાસારનો પ્રસ્તાવ  રજુ કરાયો હતો જેને ગૃહના તમામ સભ્યોએ સર્વસંમતિ થી પસાર કર્યો હતો.

1 લી ફેબ્રુઆરી થી શરુ થયેલ બજેટ સત્ર આજે સાનુકૂળ રીતે પૂર્ણ થયું છે. આ સત્રમાં કુલ 19 કામકાજના દિવસોમાં 25 બેઠકોનું આયોજન થયું જેમાં છ ડબલ બેઠકો રહી.

રાજ્યપાલના સંબોધનથી શરૂ થયેલ આ સત્ર માં બીજા દિવસે અંદાજપત્ર રજૂ કરાયું હતું. રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે ત્રણ બેઠકો, અંદાજપત્ર પર  સામાન્ય ચર્ચા માટે ચાર બેઠકો અને માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 દિવસ ફાળવવામાં આવ્યા હતા. આ સમગ્ર સત્ર દરમિયાન પાંચ સરકારી વિધાયક બે બિનસરકારી સંકલ્પ રજૂ કરવામાં આવ્યા હતા . બે પૂરક વિનિયોગ અને વિનિયોગ વિધેયક  રજૂ કરાયા હતા. જે તમામ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા જે બદલ મંત્રીએ ગૃહના તમામ સભ્યોનો આભાર માન્યો હતો. સત્ર ના પ્રશ્નોતરી સમયકાળ દરમિયાન કુલ 218 પ્રશ્નો પર  ચર્ચા કરવામાં આવી હતી.

આ તમામ પ્રશ્નોની ચર્ચામાં ગૃહના તમામ સભ્યો ઉત્સાહપૂર્ણ જોડાયા હતા. આ સત્ર દરમિયાન 6 પૂર્વ દિવંગત ધારાસભ્યઓને શોકાંજલી અર્પણ કરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.