Abtak Media Google News

સમગ્ર ગુજરાત તેમજ મુંબઇથી 22 જેટલાં ખ્યાતનામ કલાકારોએ કાર્યકમમાં ભાગ લીધો છે: વન ફાર્મના માલિક કમલેશ પારેખ દ્વારા આ પ્રદર્શનનું આયોજન તા.9 ઓકટોથી 11 ઓકટો સુધી કરાયું

ગુજરાત આર્ટ સોસાયટી દ્વારા રાજકોટના વન ફાર્મ ખાતે ગૂજરાતભરના વિવિઘ શહેરો જેવા કે ભાવનગર જૂનાગઢ શિહોર, પોરબંદર સુરત અને અમદાવાદ તથા મુંબઈથી ચિત્રકારો અને શિલ્પકારો એકઠાં થયા છે ત્યારે તા. 9 ઓકટબર થી 11 ઓક્ટોબર સુધી કલાકારો દ્વારા બનાવામાં આવેલા લાઈવ આર્ટનું એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવે છે.

Vlcsnap 2022 10 10 10H46M20S292Vlcsnap 2022 10 10 10H46M05S325

આ એકઝીબિશનમાં રોજ જૂદા જૂદા  ચિત્રકારો દ્વારા  લાઈવ પેઇન્ટિંગ્સ તથા શિલ્પકારો દ્વારા અલગ અલગ પ્રકારના સ્ક્લપ્ચર બનાવીને રજુ કરવામાં આવે છે. કુદરના પ્રાકૃતિક વાતાવણમાં ચિત્રકારો દ્વારા બનાવામાં આવતી પેન્ટિંગસ નિહાળવા જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

Vlcsnap 2022 10 10 10H45M55S855Vlcsnap 2022 10 10 10H45M03S888

ગૂજરાત આર્ટ સોસાયટીના સેક્રેટરી ઉમેશ કયાડાએ આ કાર્યક્રમ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વનફાર્મમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતભરના 22 કલાકારો જોડાયા છે કે જેઓ મૌલિક રીતે  પોતાની કલાનું પ્રદર્શન  કરશે તેમજ તારીખ 9 ના રોજ સાંજે સાડા ચાર કલાકે જેનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

આવનારી પેઢીને ચિત્રકારો દ્વારા આ કળામાં આગળ વધવા માટે પ્રોત્સાહન મળશે: વૃંદાવન સોલંકી

Vlcsnap 2022 10 10 10H45M20S427

ગુજરાત આર્ટ સોસાયટીના ચેરમેન વૃંદાવન સોલંકીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ જૂનાગઢના વતની છે જ્યારે અમદવાદમાં તેમની આર્ટ પ્રેક્ટિસ કરે છે.  ગ્રામ્ય પાત્રના બ્લેક એન્ડ વ્હાઇટ ચેહરા વિનાના પાત્રો બનાવવા એ તેમના ચિત્રોની મુખ્ય ખાસિયત છે .તેઓએ કાર્યક્રમ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અહીંયા જુદા જુદા કલાકારો પોતાના અલગ અલગ લેવલના ચિત્રોની પ્રદર્શન કરી લોકો સમક્ષ રજુ કરશે.

જેમાં સર્જનાકરો દ્વારા થતી ક્રિયાઓના જ્ઞાનની એક બીજા સાથે આપલે કરશે. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજના આ સમયમાં ચિત્રકળા આપડા દેશમાં ખુબજ સારી રીતે ચાલી રહ્યું છે, એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ કલાને ખૂબ જ સારો વેગ મળ્યો છે જેમાં ઘણા ચિત્રકારો ખૂબ જ સરસ રીતે કાર્ય કરી રહ્યા છે જેમાં વન ફાર્મના માલિક કમલેશભાઈ કે જે કલા ચાહક છે જેઓ કલાકારોને સહકાર આપી રહ્યાં છે એ ખૂબ જ ખુશીની વાત છે. આજે સૌરાષ્ટ્રના કલાકારો દુનિયાભરમાં જે કાર્ય થઈ રહ્યુ છે તે માટે સજાગ છે. તેમજ આવનારી પેઢીને આ પ્રવૃત્તિ જોઈને પ્રેરણા મળશે.

કલાકાર ક્યારેય પરિપૂર્ણ થતો નથી હમેશાં કઈ ને કંઈ નવું શોધતો જ રહે છે: કમલેશ પારેખ

Vlcsnap 2022 10 10 10H45M30S384

રાજકોટ ન્યારી ડેમ પાસે આવેલાં વન ફાર્મના માલિક કમલેશ પારેખે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ એક આર્કિટેક છે તથા નાનપણથી જ તેઓને ચિત્રકળાનો શોખ છે. કોરોના કાળના સમય નો ઉપયોગ કરી પોતાની કળાને વાચા આપી. વધુંમાં તેમને જણાવ્યું કે જ્યારે તેમનો સંપર્ક ગૂજરાત આર્ટ સોસાયટી સાથે થયો ત્યારે તેઓને આ કળા ખૂબ જ આગળ આવીને પોતાનું યોગદાન આપનાર કલાકારો માટે એક વર્કશોપ કરવાનો નિશ્ચય કર્યો જેથી કરીને લોકોમાં કળા પ્રત્યે સજાગતા આવે એ મારો મુખ્ય ધ્યેય છે . વધુંમાં તેમણે જણાવ્યું હતું કે કળા એક એવી વસ્તુ છે જેમાં કલાકાર ક્યારેય પરિપૂર્ણ થતો નથી હમેશાં કઈ ને કંઈ નવું શોધતો જ રહે છે અને પોતાની કળાને બને તેટલું નીખરવાનો પ્રયત્ન કરતો રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.