Abtak Media Google News

સૌરાષ્ટ્રના દર્દીઓ માટે હૃદય સમાન ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલની સિસ્ટમ જાણે હવે ’હેંગ’ થઈ ગઈ હોય તેવું માલુમ પડી રહ્યું છે કારણ કે આવતીકાલથી નવરાત્રી શરૂ થવાની છે તે માટે સિવિલ હોસ્પિટલના નવા પીએમએસએસવાય બિલ્ડિંગમાં આગવી તૈયારીના ભાગરૂપે 24 બેડ ખાલી રાખવામાં આવ્યા છે.જ્યારે બીજી બાજુ બિલ્ડિંગમાં આવેલા સર્જરી વિભાગમાં ઓપરેશન કરાવ્યા બાદ ઓબ્ઝર્વેશનમાં રાખેલા દર્દીઓને બેડ ની અછત ઉપજતા આખી રાત નીચે સુવડાવવામાં આવ્યા હતા તો હવે આ કઈ પ્રકારની માનવતા કહેવાય કે જે દર્દીઓ હજી દાખલ નથી થયા તે માટે અગાઉથી જ સુવિધા ઉભી કરી દેવામાં આવી છે પરંતુ સારવાર લઈ રહ્યા છે તે દર્દીઓને રામના ભરોસે મૂકી દીધા છે.જેથી જો તંત્ર દ્વારા આમાં થોડું ધ્યાન દેવામાં આવે તો સ્થિતિ ઘણી સુધરી શકે તેવું ચર્ચા રહ્યું છે.

નવરાત્રીમાં જો હદય હુમલો કે કોઈ બનાવ બને તેની આગવી તૈયારી કરવામાં હોસ્પિટલ તંત્ર માનવતા ભૂલ્યું

સર્જરીવાળા દર્દીઓને બેડ ન હોવાથી નીચે સુવડાવ્યા, બીજી બાજુ નવરાત્રિને લઈ પીએમએસએસવાય બિલ્ડિંગમાં બેડ ખાલી રખાવ્યા

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અધધ સારવાર માટેની નવી સુવિધા દર્દીઓ માટે ઉભી કરવામાં આવી રહી છે. એમઆરઆઇ મશીન બાદ સીટી સ્કેન મશીન જ્યારે તેના બાદ નવી બિલ્ડીંગો બનાવી નવા ઓપરેશનના સાધનો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ જૂની સુવિધાઓ તો જાણે ખાડે ગઈ હોય તેવું માલુમ પડી રહ્યું છે કારણ કે આજે જ વહેલી સવારે તેવી સ્થિતિ સામે આવી હતી. જેમાં ડ્રોમા બિલ્ડિંગમાં સર્જરી વિભાગમાં દાખલ કરેલા દર્દીઓ માટે ખાટલા ઓછા પડી જતા તેઓને ગઈકાલ આખી રાત નીચે સુવડાવી સારવાર દેવામાં આવી હતી તો બીજી બાજુ આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી અને યુવાધનમાં વધતા જતા હદય હુમલાના બનાવવાના કારણે તેની તૈયારીના ભાગરૂપે પીએમએસએસવાય બિલ્ડિંગમાં એક અલગ વોર્ડ ઉભો કરી તેમાં 24 જેટલા બેડ ખાલી રાખી દેવામાં આવ્યા છે જ્યારે તે વિભાગમાં 10 ડોક્ટર અને 12 નર્સિંગની ટીમ ખડે પગે 24 કલાક ઊભી કરી દેવામાં આવી છે. જેથી હવે એવું લાગી રહ્યું છે કે સિવિલ હોસ્પિટલ ની સિસ્ટમ જાણે હેંગ થઈ ગઈ હોય અને ક્યાં સમયે કઈ સુવિધા ઊભી કરી દર્દીઓનો હિત વિચારવાનું સમજાતું જ ન હોઈ તેવું ચર્ચાઈ રહ્યું છે.

ત્યારે મોટી વાત તો તે છે કે સિવિલ હોસ્પિટલનો મુખ્ય વિભાગ ગણવામાં આવતો ટ્રોમા કેર વિભાગ કે જેમાં ઓપરેશન કરાયા બાદ દર્દીઓને તેમાં ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવે છે અથવા તો જેનું ઓપરેશન કરવાનું હોય તે દર્દીઓને સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે તો એવી સ્થિતી ઉભી થઈ ગઈ હતી કે, એકાએક સર્જરી વિભાગમાં દર્દીઓ વધી જતા નીચે ગાદલા પાથરી દર્દીઓને સુવડાવી દેવામાં આવ્યા હતા. તબિયત અધિક્ષક સુધી જાણ પણ કરવામાં ન આવી હતી. તો બીજી બાજુ તબીબી અધિકક્ષક દ્વારા નવરાત્રિના તૈયારીના ભાગરૂપે નવા 42 બેડ ખાલી રાખવામાં આવ્યા હતા. જો કોઈ નવરાત્રીમાં અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક દર્દીને સારવાર મળી રહે તે માટે આ આગવી તૈયારી કરવામાં આવી હતી પરંતુ દાખલ રહેલા દર્દીઓને તો રઝળતા મૂકી દેવામાં આવ્યા હતા. જેથી હવે સિવિલ હોસ્પિટલના તંત્રની સિસ્ટમ જાણે ગોટાડે ચડી ગયો હોય તેમ જણાઈ રહ્યું છે.

તબીબી અધિક્ષકે નવરાત્રિની તૈયારીની સમીક્ષા કરી પરંતુ રઝળતા દદીઓનો ભાવ પણ ન પૂછ્યો

આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે વધતા છતાં હૃદય હુમલા ના બનાવવાના કારણે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા 42 બેડ ખાલી રાખી આગવી તૈયારી રાખવામાં આવી છે જ્યારે બીજી બાજુ ગઈકાલે સર્જરી વિભાગમાં દર્દીઓનો ઉભરાવો થઈ જતા નીચે ગાદલા પાથરી દર્દીઓને સુવડાવી દેવામાં આવ્યા હતા. ત્યારે આગવી તૈયારીઓને લઈ તબીબી અધિક્ષક દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે બીજે બાજુ ગઈકાલની પરિસ્થિતિની તબીબી અધિક્ષકને જાણે તો જાણ જ કરવામાં ન આવી હોય તેવું માલુ પડી રહ્યું છે જેથી તબીબી અધિક્ષક થોડો સર્જરી વિભાગમાં પણ ધ્યાન આપે તો સ્થિતિ સુધરી શકે તેવું માલુમ પડી રહ્યું છે.

દર્દીઓને નીચે સુવડાવી દેવાની ફરજ પડી જે વાતની ઉપર સુધી જાણ પણ નથી કરાઈ !!

ગઈકાલ રાત્રિના ટ્રોમા કેર બિલ્ડીંગમાં આવેલા સર્જરી વિભાગમાં દર્દીઓ વધી જતા સારવાર માટે ખાટલા ખાલી થઈ જતા તેઓને નીચે ગાદલા પાથરી સારવાર દેવામાં આવી હતી જ્યારે બીજી બાજુ પીએમએસએસવાય બિલ્ડિંગમાં 24 થી પણ વધુ બેડ ખાલી પડ્યા હતા જેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો ન હતો. જો કોઈ જવાબદાર વ્યક્તિ દ્વારા ઉપર સુધી જાણ કરવામાં આવ્યું હોત તો ગઈકાલે જે સ્થિતિ બની તે સ્થિતિ સર્જાઈ ન હોત નીચલા સ્ટાફ દ્વારા પોતાની રીતે જ નિર્ણયો લઈ દર્દીઓને રઝળતા મૂકી દેવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.