Abtak Media Google News

જુનાગઢ પોલીસે ઝડપી લીધેલા નકલી ડીવાય.એસ.પી. વિનીત દવે સામે રાજકોટમાં બે ભાઈઓને રેલવેમાં અને પોલીસમાં નોકરી અપાવી દેવાના બહાને રૂા.25.50 લાખની છેતરપિંડી કર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.પોલીસે કબ્જો લેવા તજવીજ હાથ ધરી છે.

કાફે સંચાલક અને હેલ્થ ઈન્સ્યોરન્સના મેનેજર મકાન પર લોન અને સગા સંબંધી પાસેથી ઉછીની  રકમ લઈ ચુકવ્યા

અટલ સરોવર સામે સનરાઈઝ ગોલ્ડએપાર્ટમેન્ટમાં રહેતા અને ઈન્સ્યોરન્સ કંપનીમાં ડેવલપમેન્ટ મેનેજર તરીકે નોકરી કરતા ગૌરાંગ અશોકભાઈ પરડવા ઉં.વ.29)એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે   ત્રણેક માસ પહેલા તે ગોંડલ ખાતે રહેતા બેન હર્ષિદાબેન રાજુભાઈ વાણીયાના ઘરે ગયો હતો. ત્યારે તેના પાડોશમાં રહેતા મનીષાબેન સોલંકીએ તેના બહેનને વાત કરી હતી કે તેના પુત્ર ક્રિષ્નાને ગોંડલમાં રહેતા શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદા દ્વારા રેલવેમાં પટ્ટાવાળા તરીકે નોકરી મળી છે.

જેથી તમારે પણ સરકારી નોકરી લેવી હોય તો હું અદાને વાત કરીશ. ત્યારબાદ તેને મોબાઈલ નંબર આપ્યો હતો. બે દિવસ પછી તેની ઉપર કોલ આવ્યો હતો. જેણે વિનીતી બંસીલાલ દવે ડીવાય.એસ.પી. છે. જે મારા કોન્ટેક્ટમાં છે. તેને ડાયરેક્ટ સેટીંગ છે. કેટલા રૂપિયા થશે તેમ પુછતા 18 લાખ કહ્યું હતું.

અદાને હા પાડતા તેણે મનીષાબેનના પુત્ર ક્રિષ્નાને વિરપુર હાજર કરવાનો છે. જ્યાં દવે   આવવાના છે. આ પછી અમે બન્ને રાજકોટ આવશું. રાજકોટમાં તેના ભાઈના કાફેમાં આવ્યા હતા. જ્યાં નોકરીનું નક્કી થઇ ગયું હતું.   18 લાખ એક સાથે  આપ્યા હતા.

થોડા દિવસ બાદ શૈલેષ વ્યાસ ઉર્ફે અદાએ રૂબરૂ આવી કહ્યું કે રેલવેમાં નોકરીનું થઈ ગયું છે. ગઈ તા.20થી 24 નવેમ્બર સુધી રાજકોટ ડીઆરએમ ઓફિસમાં હાજર થવાનું છે. પરંતુ હાજર કરાવ્યો ન હતો. બીજા દિવસે દવેએ તેને કોલ કરી જણાવ્યું કે તમારી પર્સનાલિટી સારી છે. તમારું પી.આઈ. તરીકે નોકરીનું થઈ જશે. જેથી તેણે હા પાડી હતી. બદલામાં રૂા. 40 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું. જેથી તેણે કહ્યું કે પહેલા મોટાભાઈ ગુંજનની નોકરીનું થઈ જાય પછી હું વિચારીશ. એટલું જ નહીં તેણે કહ્યું કે લોન પાસ થઈ જાય એટલે આગળ વાત કરીશું.

આ પછી તેણે મકાન પર 20 લાખની લોન લીધી હતી. જેમાંથી રૂા. 5 લાખન દવેને ચેક આપ્યો હતો. આ પછી તેણે રૂબરૂ આવી તેના ભાઈને રેલવેમાં હાજર કરાવી દેશે તેમ કહ્યું હતું. થોડા દિવસ બાદ દવે નકલી ડીવાય.એસ.પી. તરીકે જુનાગઢમાં પકડ ગયાની જાણ થતાં છેતરાઈ જતા આખરે આજે ફરીયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.