Abtak Media Google News

JEE Main-૨૦૧૮ પરિણામોમાં ઉત્કર્ષ સ્કુલના છાત્રોએ ઝળહળતો દેખાવ કર્યો: મેનેજીંગ ટ્રસ્ટી વિમલ છાયાએ અભિનંદન પાઠવ્યા

તાજેતરમાં પ્રસિઘ્ધ ઉંઊઊ ખફશફ-૨૦૧૮ ના રિઝલ્ટમાં ઉત્કર્ષ સ્કુલના વિઘાર્થીઓએ ઝળહળતો દેખાવ કરી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં છવાઇ ગયા હતા. વર્ષ ૨૦૧૩ માં Cut-Off માર્કસ ૧૧૩, વર્ષ ૨૦૧૪ માં Cut-Off  માર્કસ -૧૧૫, વર્ષ ૨૦૧૫ માં Cut-Off માર્કસ ૧૦૫, વર્ષ ૨૦૧૬ માં Cut-Off માર્કસ ૧૦૦, વર્ષ ૨૦૧૭ માં Cut-Off માર્કસ ૮૧ અને આ વખતે હજીપણ Cut-Off  ર્માકસ ૭૪ જેટલો નીચે જતા સમગ્ર ગુજરાતનું ખુબ જ નબળુ પરિણામ આવેલ છે.

Advertisement

આવા નબળા પરિણામમાં પણ ઉત્કર્ષના ર૭ જેટલા વિઘાર્થીઓ ઝળકયા છે. સમગ્ર દેશમાંથી ૧૧ લાખ વિઘાર્થીઓ આ પરીક્ષામાં બેઠેલ હતા.

જયારે તેમાંથી આશરે ૯ લાખ વિઘાર્થીઓ આ પરીક્ષા પસાર કરી શકેલ નથી. તેની સરખામણીમાં ઉત્કર્ષ સ્કુલના ૬૨ ટકા જેટલા વિઘાર્થીઓ આઇ.આઇ.ટી. એડવાન્સ્ડ માટે કવોલીફાઇ થયેલ છે જે ઉત્કર્ષ સ્કુલને અંગ્રેજી માઘ્યમની સમગ્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર-કચ્છ નહી પરંતુ સમગ્ર ગુજરાતની પ્રથમ ક્રમાંકિત સ્કુલ તરીકે પ્રસ્થાપિત કરે છે.

આ પરિણામથી એ સાબીત થાય છે કે રાજકોટના વિઘાર્થીઓને જો સક્ષમ ટીમ દ્વારા JEE / JEE – AD – VANCED / NEET / VIT / SRM /BIT SAT વગેરે જેવી ઇન્ડિયા લેવલની સ્પર્ધાત્મક પરીક્ષાની સઘન તૈયારી કરાવવામાં આવે તો રાજકોટના વિઘાર્થીઓ પણ ઉત્કર્ષ સ્કુલના વિઘાર્થીઓની જેમ જ સમગ્ર ગુજરાતમાં નહી પરંતુ ઇન્ડિયા લેવલે પોતાનું નામ રોશન કરી શકે. ઉત્કર્ષ સ્કુલના વિઘાર્થીઓ ગાંધી ચિરાગ, ચંદારાણા યશ, ઝાલા કુલજીત મારુ પ્રાંજલી, મેહતા ચાર્મી, મેહતા આદિત, ઉ૫ાઘ્યાય ઘ્યેય, પટેલ આંશિએ SIIT તથા DAIICT જેવી ખ્યાતનામ કોલેજમાં એડમીશન મેળવેલ છે. હવે જયારે બાયોલોજી ગ્રુપમાં મેડીકલ અને પેરામેડીકલમાં એડમીશન માટે જયારે NEET પરીક્ષા ફરજીયાત હોય ત્યારે બાયોલોજી ગ્રુપના અંગ્રેજી માઘ્યમના વિઘાર્થીઓ માટે પણ ઉત્કર્ષ સ્કુલ સિવાય અન્ય કોઇ વિકલ્પ રહેશે નહીં. તેવું આના આ JEE ના પરિણામે સાબિત કરી આપ્યું છે. વિઘાર્થીઓના આ ઝળહળતા રિઝલ્ટ માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી વિમલભાઇ છાયાએ શુભાશિષ સાથે શુભેચ્છા તથા અભિનંદન પાઠવેલ છે.

આ તકે પાર્થ કાત્રોડીયા, પ્રફુલ રામાણી, મહિરાજ રાઠોડ, મીહિર દોશી, અક્ષીત ધ્રુવ, અમન પોપીટીયા, અભિષેક મેહતા, વરિષ્ઠ છાટબાર, વિરલ મેવાડા, જયદીપ સોજીત્રા, ઋષભ કુંભાણી, વત્સલ વિષ્ણુસ્વામી, ઉત્સવ દોશી, ધર્મિલ શહ, સહીતનાએ અબતકની શુભેચ્છ મુલાકાત લીધી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.