Abtak Media Google News

ભૂલકાઓને તો ભાઈ મજજા પડી ગઈ…

વોર્ડ નં.૬ની તમામ શાળાઓનાં છાત્રોને સામેલ કરાયા

રાજકોટ વાસીઓ માટેનું સુંદર પિકનિક પોઈન્ટ પણ વોર્ડ નં.૬નાં એવા બાળકો કે જેમના માટે આ સુંદર પિકનીક પોઈન્ટની મુલાકાત સ્વપ્ન ગણાય. એમનું સ્વપ્નસાકાર કરવા આવા ૨૫૦૦ બાળકોને રાજકોટ મહાનગરપાલીકા દ્વારા પિકનીક માટેનું આયોજન કરાયું જે માટે શાળાના શિક્ષકોએ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય તથા પાર્ટી અધ્યક્ષ નીતિનભાઈ ભારદ્વાજનો પણ આભાર માન્યો હતો.

હસમુખભાઈ એ અબતકને જણાવ્યું હતુ કે આ તમામ કાર્યક્રમ બદલ તે રાજકોટ મહાનગરપાલીકાને આભાર પ્રગટ કર્યો હતો. અને તેઓએ ભાજપનાં અગ્રણીઓ તથા મેયર જૈમનભાઈ ઉપાધ્યાય તથા અધ્યક્ષ નીતિનભાઈ ભારદ્વાજનો પણ આભાર પ્રગટ કર્યો હતો.

ગોસ્વામીબેન એ અબતકને જણાવ્યું હતુ કે આ બાળકો પ્રધ્યુમન પાર્ક આવવા માટે સક્ષમ નથી છતા પણ આરએમસી દ્વારા તેઓ માટે આ સુંદર પીકનીક યોજી તે બદલ આભાર પ્રગટ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.