Abtak Media Google News

બંને પક્ષો વચ્ચે ત્રણ વર્ષ માટે ઈમરજન્સી સરકાર રચવા માટે સહમતિ કરાર થયા

ચોતરફ દુશ્મન મુસ્લિમ દેશોથી ઘેરાયેલા ટચુકડા એશિયન દેશ ઈઝરાયલના નાગરિકો ખુમારીપૂર્વક સ્વરક્ષણ કરીને વિશ્ર્વભરને સમયાંતરે અંચબિત કરતા રહે છે. દેશહીત માટે રાજકીય મત-મતાંતરો બાજએ મૂકીને એક થઈને દુશ્મનનો સામનો કરતા ઈઝરાયેલથી વિશ્ર્વના તમામ શકિતશાળી દેશો પણ ફફડે છે. આવા ઈઝરાયલમાં તાજેતરમાં ચૂંટણી યોજાનારી હતી પરંતુ કોરોના વાયરસના કહેર સામે લડવા માટે ઈઝરાયલના શાસક અને વિપક્ષે એક મત થઈને ચૂંટણી ટાળીને તેની પાછળ થનારો ખર્ચ કોરોના વીયરસને રોકવા માટે કરવાનો નિર્ણ કરાયો છે. જેના ભાગરૂપે ગઈકાલે ઈઝરાયલના શાસક અને વિપક્ષ બંને પક્ષોએ ત્રણ વર્ષ માટે ઈમરજન્સી સરકારનીક રચના કરવા માટે સમજૂતી કરી છે. ઈઝરાયલના વર્તમાન વડાપ્રધાન બેન્જામીન નેતાનયાહુની લીકુડ પાર્ટી અને વિપક્ષના નેતા એવા પૂર્વ સૈન્ય વડા બેની ગન્રજની બ્લુ એન્ડ વ્હાઈટ પાર્ટી વચ્ચે ગઈકાલે એક સમજૂતિ કરાર કરવામાં આવ્યો છે. જેમાં વિશ્ર્વભરમાં કોરોના વાયરસના કહેર સામે લડત આપવા ચૂંટણી યોજવાનો ખર્ચ ટાળીને ત્રણ વર્ષ માટે ઈમરજન્સી સરકારની રચના કરવાનો નિર્ણય કરાયો છે. બંને પક્ષોના નેતા વચ્ચે ગત માસના અંતથી આ મુદે શરૂ થયેલી ચર્ચા બાદ આખરે બંને પક્ષો વચ્ચે સહમતી સધાય છે. ઈમરજન્સી સરકારની કેબિનેટમાં બંને પક્ષોનાં નેતાઓને સમાવવામાં આવશે. જોકે, આ સમજૂતીની વધારે વિગતો આવવા પામી નથી પરંતુ ઈઝરાયેલી મીડીયાના અહેવાલો મુજબ પ્રથમ દોઢ વર્ષ વર્તમાન વડાપ્રધાન બેન્જામીન નેતાનયાડુ જયારે બાકીનાં દોઢ વર્ષ સુધી એની ગન્ટ વડાપ્રધાનપદ સંભાળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.