Abtak Media Google News

મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ, કોલકતા સહિતના શહેરોમાં ૪.૬૫ લાખ જેટલા બાંધકામો નાણાકીય કટોકટીથી વિલંબમાં

દેશમાં મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ, કોલકતા, હૈદરાબાદ સહિતના ૭ શહેરોમાં નાણાકીય કટોકટીના કારણે ૪.૬૫ લાખથી વધુ પ્રોપર્ટીઓ સોંપવામાં બિલ્ડરો મુશ્કેલી અનુભવતા હોય. હાઉસીંગ પ્રોજેકટ ઘોંચમાં પડયા હોવાનો ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે. અંદાજે ૩ લાખ કરોડથી વધુ રકમની મુડી ફસાઈ ગઈ હોવાથી પ્રોપર્ટી માર્કેટમાં મંદીનો માહોલ છવાયો છે. પ્રોપઈકવીટીના રીપોર્ટમાં ઉપરોકત ખુલાસો થતા ચકચાર જાગી છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ દેશમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે છેલ્લા વર્ષોમાં સતત ચાલી રહેલી મંદીના કારણે હવે દેશના મેટ્રો સિટીમાં હાઉસીંગ પ્રોજેકટોને ગ્રહણ લાગ્યુંં છે. નાણાકીય મુશ્કેલી હોવાના કારણે દેશમાં ૪.૬૫ લાખથી વધુ બાંધકામોને સમયસર ગ્રાહકોને સોંપવામાં અંતરીયાઈ આવ્યો છે. આશરે ૩ લાખ કરોડના પ્રોજેકટ ફકત ઉપરોકત ૭ મેટ્રો સિટીમાં જ ફસાયેલા હોવાનું પ્રોપઈકવીટીના અહેવાલમાં જણાવાયું છે.

વધુમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે જીએસટી લાગુ પડયા બાદ મકાન અને ફલેટોની કિંમતમાં તોતીંગ વધારો થયો છે તો બીજી તરફ વૈશ્ર્વિક મંદીના માહોલ વચ્ચે ફાયનાન્સીયલ લીકવડીટીને અસર પડી હોય મુંબઈ, બેંગ્લોર, કોલકતા, હૈદરાબાદ સહિતના ૭ શહેરોમાં શરૂ થયેલા ૩ લાખ કરોડના બાંધકામો હાલ અધધરતાલ બન્યા હોવાનું બહાર આવ્યું છે. બાંધકામ પ્રોજેકટોમાં વિલંબ થતા મુશ્કેલીનો સામનો કરી રહેલા બિલ્ડરો સરકાર તરફથી રાહત મળે તેવી આશાએ પ્રોજેકટને આગળ ધપાવી રહ્યા છે. દરમિયાન પ્રોજેકટ વાઈઝ સ્થિતિ જોઈએ તો મુંબઈમાં ૪૯૬, દિલ્હીમાં ૩૦૫, બેંગ્લોરમાં ૨૨૨, ચેન્નાઈમાં ૯૭, હૈદરાબાદમાં ૫૧, પુનેમાં ૧૪૧, કોલકતામાં ૬૫ સહિત દેશમાં કુલ ૧૬૮૭ જેટલા પ્રોજેકટમાં કુલ મળી ૪,૬૫,૫૫૫ કરોડ રૂપિયાનું મુલ્ય ધરાવતા પ્રોજેકટોની સ્થિતિ ગંભીર બની છે. જેના કારણે નવા પ્રોજેકટોમાં મિલકત ખરીદનારાઓને સમયસર પજેશન મળી શકે ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.