Abtak Media Google News

નોટબંધી, સર્જિકલ સ્ટ્રાઈક, ત્રિપલ તલાક, એફોર્ડેબલ હાઉસીંગ અને ઉધોગનીતિ સહિતના મુદ્દે મોદી સરકાર લોકમાન્ય: પડોશી દેશો સાથે તકરાર, કાશ્મીર હિંસા, લોકપાલની નિમણૂક તથા ઉતરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન મામલે ટીકાનો ભોગ બની સરકાર

નરેન્દ્ર મોદી સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળામાં મોદી સરકારે કરેલા અનેક કામોને ભરપૂર વખાણવામાં આવ્યા છે. જયારે ઘણા કામોની ટીકા પણ સરકારને સહન કરવી પડી છે. સર્જિકલ સ્ટ્રાઈક અને નોટબંધી જેવા નિર્ણયો સરકાર માટે ફાયદાકારક નિવડયા છે. જયારે આ કાળમાં હિન્દુત્વનો વધતો પ્રભાવ કેટલાક લોકોના આંખમાં ખુંચી રહ્યો છે. મોદી સરકાર સામે સુટ-બુટવાળી સરકાર એટલે કે ઉધોગપતિઓ માટેની સરકાર હોવાના આક્ષેપો પણ થયા છે. અલબત ગરીબો માટે એફોર્ટેબલ હાઉસિંગ સહિતના પ્રોજેકટ આ આક્ષેપોને ફગાવે છે. સરહદ ઉપર તકરાર, કાશ્મીરની હિંસા, ત્રિપલ તલાક, લાલબત્તીનો અંત, ડીજિટલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, ફેર એન્ડ લવલી સ્કીમ અને વિદેશ પ્રવાસ સહિતના મુદ્દા મોદી સરકારના આ ત્રણ વર્ષના શાસનમાં ટોચ ઉપર રહ્યા છે.

આ ઉપરાંત રેલવે માટે લેવાયેલા બોલ્ડ પગલા, કાળાનાણા ડામવાના પ્રયાસ, પાક વીમો અને ઉધોગોને પ્રોત્સાહન અને રોજગારી સર્જન કરવાના પ્રયત્નો લોકોને પસંદ આવ્યા છે. અલબત વિરોધપક્ષોને મોદી સરકાર સામે વિરોધ કરવાના મજબુત મુદ્દા હજુ મળી શકયા નથી. મોદી સરકારે સતત ત્રણ વર્ષે મંત્રીઓ અધિકારીઓના નિવેદનો ઉપર ચાંપતી નજર રાખી છે. કોંગ્રેસ કાળમાં થતા બફાટ મોદી સરકારમાં થયા નથી અલબત લોકપાલ ન નિમવા અને ઉતરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના પગલાની ટીકા ઠેર-ઠેર થઈ છે. પાંચ રાજયોમાં મોદી સરકારને મળેલા લોકોના ટેકાથી સરકારનો ઉત્સાહ બેવડાયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.