Abtak Media Google News

જામનગરના લાલવાડી વિસ્તારમાં સવા બે વર્ષ પહેલા એક સગીરાને લગ્નની લાલચ આપી એક ઢગાએ ઘરમાં લઈ જઈ બળજબરી આચર્યાની પોલીસમાં ફરિયાદ થયા પછી અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી કુલ ઓગણચાલીસ વર્ષની કેદની સજા ફટકારી છે. આ સજા એકસાથે ભોગવવાનો હુકમ કરાતા આ આરોપીને દસ વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

Advertisement

જામનગરના હાપા રોડ પર આવેલા લાલવાડી આવાસ નજીક રહેતા એક પરિવારની અગિયાર વર્ષની પુત્રી ગઈ તા.ર૭-૯-૧૬ના દિવસે બપોરના સમયે પોતાના ઘર પાસે રમતી હતી તે પછી બપોરે અઢી વાગ્યે આ બાળકીના પિતા ઘરે જમવા આવ્યા ત્યારે તેઓએ પુત્રીને ઘરમાં હાજર ન જોઈ બહાર તપાસ કરતા બાજુમાં જ રહેતા એક પરિવારની તે જ વયની બાળકીએ થોડી મિનિટો પહેલા ત્યાં રહેતા ભાવનાબેન નામના મહિલાનો બહારગામથી આવેલો ભાઈ રાજેશ બાબુલાલ બોડાણા ઉર્ફે ઈકલો આ બાળકી સાથે વાત કરતો હોવાની વિગત મળતા સગીરાના પિતા ભાવનાબેનને પોતાની પુત્રી ત્યાં છે? તેમ પૂછવા ગયા હતા, પરંતુ તેમને ના પાડવામાં આવી હતી તેમ છતાં તરૃણીના પિતાએ દબાણ કરતા ભાવનાબેને પોતાના ઘરનું બારણું ખખડાવ્યું હતું. જ્યારે સગીરાના પિતા પાછળના બારણે ઉભા રહી ગયા હતા. આ વેળાએ અંદરથી રાજેશ બોડાણા ગભરાયેલી હાલતમાં નીકળતા સગીરાના પિતાએ તેને સખ્તાઈથી પૂછતા તેણે આ સગીરાને આપણે બોટાદ જતાં રહી લગ્ન કરી લઈશું તેમ કહી તેણીના કપડા કાઢી બળજબરી આચરવાનો પ્રયાસ કર્યાની વિગતો મળી હતી.

આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે પોક્સો એક્ટની કલમ-૪, ૬, ૮ તેમજ આઈપીસી ૩૬૩, ૩૭૬ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. ઉપરોકત કેસ અદાલતમાં ચાલવા પર આવતા સરકારી વકીલે ૧૯ દસ્તાવેજી પુરાવા રજૂ કરી ૧૬ સાહેદોની જુબાની લેવડાવી હતી.

બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી અદાલતે આજે આરોપી રાજેશ ઉર્ફે ઈકલા બાબુલાલ બોડાણાને તકસીરવાન ઠરાવી આઈપીસી ૩૬૩ના ગુન્હામાં સાત વર્ષની કેસ,  રૃા.પ હજારનો દંડ, આઈપીસી ૩૭૬ના ગુન્હામાં દસ વર્ષની કેદ, રૃા.પ હજારનો દંડ, પોક્સો એક્ટની કલમ-૪ના ગુન્હામાં સાત વર્ષની સજા, રૃા.પ હજારનો દંડ, કલમ-૬ના ગુન્હામાં દસ વર્ષની કેદ, રૃા.પ હજારનો દંડ તેમજ કલમ-૮ ના ગુન્હામાં પાંચ વર્ષની કેદ તથા રૃા.પ હજારનો દંડ ફટકાર્યા છે. સરકાર તરફથી પીપી ધવલ બી. વજાણી રોકાયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.