Abtak Media Google News

પ્રજા પરેશાન છે, પ્રશાસન લાચાર છે અને ચિકિત્સકો તેમની ક્ષમતાની ચરમસીમાએ કામ કરી રહ્યા છે..!  છતાંયે   કોવિડ-૧૯ ની મહામારી તેનો ફેલાવો વધારી રહી છે. વિશ્વના અમુક દેશોઐ અમે વિકસિત છીઐ ના કોન્ફિડન્સ સાથે શરૂઆતમાં લોકડાઉન ન કર્યા ત્યાં પણ રોગચાળો ઘરે-ઘરે પહોંચ્યો છે. મહામારીથી બચવા માટે ર૧ દિવસનું લોકડાઉન પુરા થવા જઇ રહ્યું છે અને લોકડાઉનનો બીજો તબકકો શરૂ થવાના સંકેતો મળ્યા છે ત્યારે તો ભારત જેવા અમુક દેશોએ શરૂઆતમાં જ લોકડાઉન કરી દીધા પરંતુ આજે ભારતનો આંકડો જે રીતે વધી રહ્યો છે તે જોતા સમજુ લોકોને એવું લાગે છે કે જો હજુ થોડું વહેલું લોકડાઉન કર્યુ હોત તો સારૂં હતું. મતલબ આ રોગચાળામાં જાગ્યા ત્યારથી સવાર જેવી હાલત છૈ. જે આ ગંભીરતા સમજતા નથી તેઓ આજે પણ રખડુ રાજા બનીને બજારમાં ટહેલતા હોય છૈ.  આવા રખડુ રાજા ભારતમાં જ છૈ એવું નથી, વિશ્વભરમાં આવા ભેજાં  હોય જ છૈ ! કદાચ આવા ભેજાઓના કારણે જ દેશમાં સરકારને લોકડાઉન-૨ ની જાહેરાત કરવી પડી છે , દેશની ઇકોનોમીના ભોગે..! જોકે લોકડાઉન-૧ ની તુલનાઐ લોકડાઉન-૨ વધારે ચુસ્ત અને ગ્રામિણ ઇકોનોમી કેન્દ્રિત રહેશૈ.

એક સવાલ એ છૈ કે શું ભારતે વહેલું લોકડાઉન કરીને ભુલ કરી..? ના.., જો આ લોકડાઉન ન થયું હોત તો આજે જેટલા કુલ કેસ નોંધાયા છૈ એટલા કદાચ દૈનિક થતા હોત. અમેરિકા અને યુરોપના દાખલા નજર સામે છૈ. આપણો હાલનો ગ્રાફ વધતો એટલા માટે છે કે ભારતના ડોક્ટરોએ હવે સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેસ્ટીંગનાં સેમ્પલ વધાર્યા છે તેથી સ્વાભાવિક રીતે જ પોઝીટિવ કેસના આંકડા વધ્યા છે. જે એક રીતે હકારાત્મક માનવું કારણકે આ દર્દીઓને વહેલી સારવાર મળશૈ, તેઓ વહેલા આઇસોલેટ થશૈ તેથી નવા ચેપ ઓછા લાગશૈ અને પ્રાથમિક તબક્કે સારવાર મળશૈ તો મરણાંક ઘટશે.

યાદ રહે કે લોકડાઉન-૨ માં પોલીસ તથા પ્રશાસનનું વલણ લોકડાઉન-૧ ની તુલનાઐ સાવ અલગ હશે. ઘણી એવી સેવાઓ ૨૧ દિવસ બંધ રહી છે જે આગામી દિવસોમાં શરૂ થશે. જે વિસ્તારોમાં કોવિડ-૧૯ ના કેસ નથી થયા તે વિસ્તારો અર્થાત ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં આવશ્યક સેવાઓ, કૄષિવેચાણ તથા કારખાના શરૂ થશૈ. કેન્દ્ર સરકારે આ અંગેના ધારાધોરણો જાહેર કરી દીધા છૈ જે અનુસાર હોટસ્પોટ જાહેર થયેલા વિસ્તારોમાંથી લોકોની કોઇ હેરફેર થઇ નહીં શકે. અન્ય વિસ્તારોમાંથી લોકોને કારખાને જવા માટે, ટ્રક કે માલવાહક વાહનો લઇ જવા માટે અને આવશ્યક સેવાઓની હેરફેર કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છૈ. જેનાથી હવે ગ્રામિણ ઇકોનોમી પગભર થતી જણાશૈ. હવે આપણને ખબર પડી ગઇ છૈ કે રોગનાં મૂળ ક્યાં છે. તેથી આ વિસ્તારો ઉપર આકરો બંદોબસ્ત રહેશૈ આ વિસ્તારોમાં પેલા રાજાઓ ઉપર પોલિસ તંત્ર વધારે વહાલ વરસાવી શકે છૈ. જે દેશની ઇકોનોમી માટે લાભદાયક હશે.

આમેય તે દેશની ઇકોનોમીનો ગ્રાફ ડાઉન જવાનો જ છે. આજે વિશ્વભરનાં ઇકોનમિસ્ટોની નજર ભારત પર ટકેલી છે અમુકે તો ભારતનો આગામી GDP પાંચ ટકા થી ઘટીને બે ટકા સુધી આવી જવાની શક્યતા વ્યક્ત કરી છે. એમના અંદાજ પ્રમાણે ૨૧ દિવસનાં લોકડાઉન-૧ દરમિયાન ભારતને દૈનિક ૩૨૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. દેશના ૫૩ ટકાથી વધારે બિઝનેસ સદંતર અટકી ગયા છૈ. ટુરિઝમ, મનોરંજન, તથા એવિયેશન ઉદ્યોગ દૈનિક અબજો રૂપિયાનું નકસાન કરે છૈ. જે હજુ બીજા ૧૫ દિવસ થતું રહેશૈ.

પરંતુ આ લોકો જ આગામી દિવસોમાં અમેરિકા તથા યુરોપના દેશોના GDP કેટલા હશે તેની ગણતરી કરવાની હિંમત પણ કરતા નથી. શરૂઆતમાં લોકડાઉન નહી કરનારો એવો ક્યો દેશ છૈ જયાં આજે ૫૦ હજારથી ઓછા કોવિડ-૧૯ ના દર્દી છે. ? આ દેશોની ઇકોનોમી ભારત કરતા ઘણી વધારે ખરાબ થવાની છે. ભારતમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી ચાલુ છે. કોરોના વાયરસનાં ઇલાજ માટે ભલે હજુ કોઇ દવા ઉપલબ્ધ ન હોય પણ પણ Hydroxychloroquine ને હાથવગું હથિયાર માનવામાં આવે છે . આ દવાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ટોચના સ્થાને છે. શરૂઆતનાં પ્રતિબંધ બાદ હવે ભારતે આ દવાની નિકાસની પરવાનગી આપી દીધી છે. અને ૧૩ દેશોનાં ઓર્ડરનો પ્રથમ લોટ રવાના પણ કર્યો છે. જે આગામી દિવસોમાં કદાચ ભારતને વૈશ્વિક સમુદાય સાથે સંબંધો મજબુત કરવામાં જમા પાસું બની શકે.

સરકાર પાસે લોકડાઉનને લંબાવવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. જ્યાં સુધી કોવિડ-૧૯ કાબુમાં નહીં આવે ત્યાં સુધી કદાચ આ લંબાતું રહેશે. માનવજાતે મનોબળ કેળવવું જ પડશૈ..  રૂક જાના નહીં તું કહીં હાર કેઓ રાહી.. ઓ રાહી.. !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.