Abtak Media Google News

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા લાયન્સ ક્લબ મોરબી નઝરબાગ, લાયન્સ ક્લબ મોરબી સીટી અને લિયો ક્લબ મોરબી નઝરબાગ રોયલના નવા વર્ષના હોદેદારોનો શપથગ્રહણ સમારોહ યોજાશે

Advertisement

લાયન્સ ક્લબ દ્વારા તા. ૨૧ ને રવિવારે સાંજે ૬ કલાકે દશા શ્રીમાળી વર્નીક જ્ઞાતિ વાડી, જુના બસ સ્ટેન્ડ પાસે શપથગ્રહણ સમારોહ યોજાશે વર્ષ ૨૦૧૯-૨૦ ના વર્ષના હોદેદારો જેમાં લાયન્સ ક્લબ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ ડો. રવિન્દ્ર ભટ્ટ, સેક્રેટરી સમીર ગાંધી, ટ્રેઝરર ભાવેશ ચંદારાણા, કો ઓર્ડીનેટર તુષાર દફતરી અને ક્લબ એડમીનીસ્ટ્રેટર સંદીપ દફતરી તેમજ લાયન્સ ક્લબ મોરબી સીટીના પ્રેસિડેન્ટ રમેશભાઈ રૂપાલા, સેક્રેટરી કેશવજીભાઇ દેત્રોજા, ટ્રેઝરર ત્રિભોવનભાઈ ફૂલતરિયા, કો ઓર્ડીનેટર અમૃતલાલ સુરાણી અને ક્લબ એડમિનીસ્ટ્રેટર ભીખાલાલ લોરિયા તેમજ લિયો મોરબી નઝરબાગ રોયલના પ્રેસિડેન્ટ ભૌતિક જોષી, સેક્રેટરી અભિષેક મણીયાર, ટ્રેઝરર કરન મઢવી, કો ઓર્ડીનેટર વિજય પરમાર અને ક્લબ એડમિનીસ્ટ્રેટર રાજુભાઈ ખંત શપથગ્રહણ કરશે

શપથગ્રહણ સમારોહમાં લાયન વસંત મોવલીયા અને ધીરજલાલ રંગપરિયા તેમજ જીલ્લા કલેકટર આર જે માંકડિયા, અધિક કલેકટર કેતન જોશી સહિતના મહાનુભાવો ઉપસ્ત્થીત રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.