Abtak Media Google News

વાયુ વાવાઝોડાને પગલે સલામત સ્થળે ખસેડવામાં આવેલા બાંધવોની મદદ માટે રાજકોટની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ફૂડ પેકેટ્સની સહાય

અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા વાયુ નામક વાવાઝોડાની સંભવિત અસર ઓછી કરવા માટે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સલામત સ્થળે લાવવામાં આવેલા બાંધવોની મદદ માટે રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી છે અને તેમના ખોરાક માટે 4.8 લાખ ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આપત્તિના સમયે મદદમાં આવેલી આ સંસ્થાઓની પરમાર્થવૃત્તિને બિરદાવીએ એટલી ઓછી છે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને રાજકોટની જે જે સંસ્થાઓએ ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં મદદ કરી છે, તેની યાદી જોઇએ તો આત્મીય યુનિવર્સિટી દ્વારા 2000, સ્વામિનારાયણ ગુરુકુળ પ000, રાજન વડાલિયા 25000, બીએપીએસ ગોંડલ 15000, સદ્દગુરુ આશ્રમ 2500, ખોડલ ધામ 25000 (બીજા 50000), બિલ્ડર્સ એસોસિએશન 25000, આપા ગીગાનો ઓટલો 75000 (બીજા 50000), સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 100000, રમાનાથ ધામ ગોંડલ 10000, સ્વામિનારાયણ ગુરુકુળ 10000, ખાનગી શાળા મંડળ 10000 ફૂડ પેકેટ્સની મદદ કરવામાં આવી છે. આ જ રીતે દૂધ ઉત્પાદક સંઘ અને પાયલ પ્લાસ્ટિક દ્વારા 1.35 લાખ પેકિંગ બેગની સહાય કરવામાં આવી છે. જ્યારે, 80 હજાર પાણીના પાઉસ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ ફૂડ પેકેટ્સની સીલાઇનું કામ બોલબાલા ટ્રસ્ટ અને સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના પુરવઠા નિગમ દ્વારા ભોજનની કાચી સામગ્રી પૂરી પાડવામાં આવી છે. રાજકોટ જિલ્લા તા. 13ની સ્થિતિએ 122 ગામોમાંથી 5344 મહિલા, 6177 પુરુષો અને 2853 બાળકો સહિત 14374 લોકો સલામત સ્થળે આશ્રય લઇ રહ્યા છે. આ લોકોને 156 શાળા અને 10 સમાજ વાડીમાં આશરો આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.