Abtak Media Google News

રાજ્યના ૨૬ જિલ્લાના ૭૭ તાલુકાઓમાં વરસાદ: સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘાવી માહોલ: દ.ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સવારી ધીમીધારે વરસાદ

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું હોય છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૬ જિલ્લાના ૭૭ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જેતપુર પાવીમાં ૪ ઈંચ વરસાદ વરસી ગયો છે તો સુરત અને રાપરમાં ૩-૩ ઈંચ વરસાદ પડયો છે. આજે સવારી રાજ્યભરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી ૨ દિવસ રાજ્યમાં મધ્યમી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દ.ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

Advertisement

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૬ જિલ્લાના ૭૭ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં ૪ ઈંચ જેટલો પડયો છે. આ ઉપરાંત સુરત, કચ્છના રાપર, છોટાઉદેપુર, પંચમહાલના સહેરા અને ગોધરામાં ૩ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. તાપી જિલ્લાના નિઝાર, મહિસાગરના વિરપુર, છોટાઉદેપુર બોડેલી, પંચમહાલના જાંબુખેડા અને તાપીના સોનગઢમાં ૨-૨ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જ્યારે ઘોઘાંબા, ઓલપાડ, લુણાવાડા, સિંઘવડ, સંતરામપુર, દાહોદ, કોષીના, કાલાવડ, સનખેડા, દેવગઢ, બારૈયા, સંજેલી, કડી, વડાળી,મોડાસા, માળીયા મિયાણા અને કડાણામાં ૧ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.

ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ વિશેષ હેત વરસાવ્યું છે તો કચ્છના રાપરમાં પણ ૩ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટ જિલ્લાના જામકંડોરણા અને કોટડા સાંગાણી તાલુકામાં અડધો ઈચ વરસાદ વરસ્યો હતો જ્યારે  મોરબીના માળીયા મિંયાણા, જામનગરના કાલાવડમાં ૧ ઈંચ વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લાના લાઠી અને સાવરકુંડલા જ્યારે ભાવનગરના ઉમરાળામાં પોણો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. રાજ્યમાં આજ સુધીમાં કુલ ૭ ટકા જેટલો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સવારી વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. દ.ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં મધ્યમી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ગુજરાતમાં બે દિવસ મધ્યમી ભારે વરસાદની આગાહી

દ.ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્ર તા ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના

દ.ગુજરાત પર અપરએર સાયકલોન સકર્યુલેશન સર્જાયું છે જે હાલ દરિયાઈ સપાટીથી ૧.૫થી લઈ ૨.૧ કિ.મી.ની ઉંચાઈ પર છે. જેની અસર તળે આગામી ૨ દિવસ રાજ્યમાં મધ્યમી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારાઆપવામાં આવી છે. દ.ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે.

આજે દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના બોટાદ, સુરેન્દ્રનગરમાં જ્યારે આવતીકાલે દમણ, દાદરાનગર ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીરસોમના, રાજકોટ, દિવ, કચ્છ ૨૭મીના રોજ દ.ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમના, ૨૮મીના રોજ ભરૂચ, સુરત, વલસાડ, નવસારી,તાપી, નર્મદા, વડોદરા, ઉપરાંત ઉત્તર ગુજરાતના આણંદ, ખેડા, પંચમહાલ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમના, ભાવનગર, બોટાદ અને દિવમાં જ્યારે ૨૯મીના રોજ દ.ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરાનગર હવેલી, ઉત્તર ગુજરાતમાં આણંદ અને ખેડા, સૌરાષ્ટ્રમાં ગીર સોમના અને અમરેલીમાં વરસાદ પડે તેવી શકયતા વ્યકત કરાઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.