Abtak Media Google News

તાલાલમાં બે અને ફતેહગઢ-દુધઈમાં પણ એક-એક આંચકો અનુભવાયો

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભુકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે ત્યારે કરછના રાપર કાલે રાતે 4 ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. ઉપરાંત સૌરાષ્ટ્રના તાલાલા અને કચ્છમાં ફતેહગઢ તેમજ દુધઈમાં પણ આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો.

સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સવારે 10:37 કલાકે તાલાલાથી 5 કિમિ દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ બપોરે 1:58 કલાકે તાલાલાથી 14 કિમિ દૂર 1.5ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ત ખાતે નોંધાયું હતું. ત્યારબાદ સાંજે 7:14 કલાકે કચ્છના રાપરથી 25 કિમિ દૂર 4 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો જે વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે અને જેની ઊંડાઈ જમીનથી 6 કિમિ નીચે નોંધાઈ છે.

આ સિવાય રાતે 8:10 કલાકે કચ્છના દુધઈથી 9 કિમિ દૂર 2.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇષ્ટ ખાતે અને ત્યારબાદ મોડી રાતે કચ્છના ફતેહગઢથી 14 કિમિ દૂર 2.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું .

વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને ગઈકાલે કચ્છમાં આવેલા આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અને ગભરાહટનો માહોલ ફેલાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.