Abtak Media Google News

યાત્રામાં દેશ-વિદેશના લાખો જૈન, જૈનેતરો, ભાવિકો જોડાશે

જૈન સમુદાયમાં વિશેષ મહત્વ ધરાવતી શેત્રુંજય તિર્થની છ ગાઉ યાત્રાનો પ્રારંભ પાલીતાણા ખાતે તા.૭ માર્ચને શનિવારે વહેલી પરોઢે શરુ થશે. ઢેબરા તેરસ તરીકે ઉજવાતી આ યાત્રામાં લાખો જૈન અને જૈનેતરો ઉપરાંત વિદેશથી પણ ભાવિકો જોડાશે. ફકત રાજકોટ શહેરમાંથી જ ૩પ થી ૪૦ બસો દ્વારા યાત્રાળુઓ પાલીતાણા યાત્રામાં પહોંચશે.

Advertisement

શેત્રુજય પર્વત ઉ૫ર ૩પ૦૦ પગથીયા ચડીને ફકતના આજના ફાગણ સુદ ૧૩ના દિવસે જ ખુલતો કેડી રસ્તો પસાર કરી આદેશ્વર દાદાના પક્ષાપાલનું જલ કે કુંડમાં આવે છે ત્યાં દર્શન કરી ત્યાંથી અજીતનાથ સ્વામી અને શાંતિનાથ સ્વામીની ડેરીએ યાત્રાળુઓ શાંતિસ્ત્રોતનું સ્મરણ  કરીને ચંદન તલાવડીએ ઉકાળેલા પાણીની પ્રસાદી લઇ હસ્તગીર તિર્થ અને સિઘ્ધશીલા ગુફા, સુરજ કુંડના દર્શન કરી શાંબ અનુ પદ્યુમનના પગલાના ભાડવા ડુંગર ખાતે દર્શન ર્સ્પશના કરી, આદપુર ગામે ખુલ્લા મેદાનની વિશાળ જગ્યામાં ઉભા કરાયેલા ૧૦૦ પાલમાં યાત્રીકો પહોંચે છે.

કુલ ૩પ જેટલા ડોમમાં ભાવિક યાત્રાળુઓનું પગના અંગુઠા ઘોઇ, બહુમાન કરી, કુમ કુમ તિલક કરી, સિકકાઓની પ્રભાવના દ્વારા બહુમાન કરવામાં આવે છે. અંદાજીત પ૦ થી ૬૦ પ્રભાવના (રૂપિયાના સિકકા) યાત્રાળુઓને આપવામાં આવે છે. લગભગ દરેક યાત્રાળુઓ આ રકમ વિવિધ ગૌ શાળાની દાનની પેટીમાં પધરાવે છે.

રાજકોટ શહેરમાંથી અંદાજીત ૩પ થી ૪૦ લકઝરી બસો પાલીતાણા યાત્રામાં જોડાશે. છેલ્લા ૩૭ વરસ થયા સતત એટલે કે ૧૯૮૩ ની સાલથી કોઇપણ જાતના વિઘ્ન વગર દર વરસે ચારથી પાંચ લકઝરી બસોમાં જૈન તથા જૈનેતર ભાવિકોએ કોઇપણ જાતના ડોનેશન મેળવ્યા વગર ફકત બસ જેટલા ટોકન  ચાર્જથી યાત્રા કરાવતા જૈન જાગૃતિ સેન્ટરના પૂર્વ પ્રમુખ અને લાખાજીરાજ મરચન્ટ એસો. ના પ્રમુખ જૈન શ્રેષ્ઠી મહેશભાઇ મહેતાનું પાલીતાણા ખાતે આણંદજી કલ્યાણજી શેઠની પેઢી  દ્વારા વરસે સન્માન કરી શોલ ઓઢાડી બહુમાન કરવામાં આવે છે.

તા.૭ ને શનિવારે દરેક પાલમાં શુઘ્ધ જૈન વાનગીઓમાં ચા-દુધ, તજ-લવિંગનો ઉકાળો,  લીંબુ વળીયારીનું શરબત, રાજસ્થાની લચ્છી,  ઢેરરા, પુરી, થેપલા, દહીં, ખાખરા ગાઠીયા, પપૈયા-મરચાના સંભારો, લીલી અને કાળી એકસપોર્ટ કવોલીટીની દ્રાક્ષ, તરબુચ વિગેરે વ્યજંજનો યાત્રાળુઓને આગ્રહપૂર્વક આમંત્રીત કરી, પુરેપુરા આતિથ્ય ભાવથી બેસાડીને પીરસવામાં આવે છે. રાજકોટના ૧૪ અને ૧પ નંબરના બે પાલમાં વર્ધમાનનગર અને રાજકોટ આરાધક મંડળ સેવા આપે છે.

યાત્રા દરમ્યાન કુલ ૧રપ૦ નાના મોટા દહેરાસરનો દર્શન પૂજાનો લાભ લેવા માટે સમગ્ર દેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે. અમુક શ્રઘ્ધાળુ ભાવિકો ખુલ્લા પગે અને ચૌવિહાર સહિત યાત્રા પૂર્ણ કરી, પાલમાં પ્રસાદી લે છે. કુલ ર૦ પાકા પાલ અને ૮૦ ડોમવાળા પાલ મળી કુલ ૧૦૦ પાલનું આયોજન આદપુર-ઘેટી ખાતે કરાયેલ છે. જેમાં મુંબઇ, વડોદરા, અમદાવાદ, વલસાડ, ડીહોર-રાજસ્થાન, સુરત, ડભોઇ, ચેન્નાઇ, ભાવનગર, લીંબડ, સુ.નગર, મહુવા, મોરબી વિ. સેન્ટરોના કાર્યકરો સેવા ભાવથી કાર્ય કરતા હોય છે.

2.Banna 2

શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી શ્રી પાલભાઇ, શ્રેણીકભાઇ, જન. મેનેજર હર્ષદભાઇ મહેતા, દિલીપભાઇ પંચાલ, મેનેજર અશ્ર્વિનભાઇ ડી. શાહ, મનુભાઇ શાહ, વિ. કાર્યકરો જહેમત ઉઠાવી રહેલ છે. એસ.ટી. તરફથી વધારાની પ૦ બસો પાલીતાણા અને આદપર  ગામે સતત ફેરા કરશે. નીચે પાલ ખાતે ડોકટરોની ટીમ, એમ્બ્યુલન્સ ફીઝીયોથેરાપીસ્ટો, મસાજરો વિ. પોતાની સેવા આપશે.

યાત્રાળુઓને આરામ માટે વિશાળ ડોમમાં ગાદલા, પંખા, વિ. સુવિધાઓ સાથે વ્યવસ્થા ગોઠવાયેલ છે. આદપૂરમાં ઉભા કરાયેલ દહેરાસરમાં પૂજા કરવા માટે સ્નાનવીધી તથા નવા પૂજાના કપડા, મુગટ, પૂજા સામગ્રી, ફળફળાદી વિગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.

પાલીતાણા છ ગાઉ યાત્રામાં જવાની વ્યવસ્થા

રાજકોટ જૈન જાગૃતિ સેન્ટરના પૂ. પ્રમુખ શ્રી મહેશભાઇ ડી. મહેતાની યાદીમાં જણાવ્યા મુજબ પાલીતાણા છ ગાઉ યાત્રા તા.૭ માર્ચને શનિવારે છે. યાત્રાળુઓને વહેલા તે પહેલાના ધોરણે ફકત બસના ટોકન દરથી યાત્રા માટે પોતાના નામ કુમારિકા શો રૂમ, લાખાજીરાજ રોડ, મહેતા ટાઇપ બિલ્ડીંગ, રાજદીપ કોલ્ડ્રીંકસ સામે, રાજકોટ ખાતે લખાવી આપવા. મો. નં. ૯૮૨૪૨ ૪૪૫૫૦/ ૯૯૨૪૨ ૪૪૫૫૦ રાજકોટથી ઉપડેલી તમામ લકઝરી બસો તા. ૬ ને શુક્રવારી રાત્રે ૧૦.૩૦ આસપાસ નિકળશે અને શનિવારે રાત્રે પરત આવશે તેમ યાદીમાં જણાવાયેલ છે.

જૈન સમાજમાં પાલીતાણા છ ગાઉ યાત્રાનું વિશેષ મહત્વ

સમગ્ર જૈન સમાજમાં પાલીતાણા છ ગાઉ યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. એક લોકવાયકા મુજબ ફાગણશુદ ૧૩ના શુભ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના પુત્રો શાંબ અને પ્રદ્યુમન સાડા આઠ કરોડ મુનિઓ સાથે અનસન કરીને પાલીતાણા પર્વત ઉપર છ ગાઉની પ્રદક્ષિણા કરીને ‘મોક્ષ’ પદને પામ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.