Abtak Media Google News

ગઈકાલે ટવીટ્ કરીને સોશિયલ મીડિયા છોડવાનું વિચારી રહ્યાનું જાહેર કરનારા વડાપ્રધાન મોદીએ આજે ટવીટ્ કરીને ૮મી માર્ચે આવનારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી પોતાના સોશિયલ મીડિયાના તમામ એકાઉન્ટો મહિલાઓને સમર્પિત કરનારા હોવાનું જણાવતા તેમના સોશિયલ મીડિયાના ફોલોઅર્સોએ હાશકારો અનુભવ્યો

સોશ્યલ મીડિયામાં ફોલોઅર્સની સંખ્યામાં વિશ્ર્વભરમાં બીજા લોકપ્રિય રાજકીય નેતાનું સ્થાન ધરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગઈકાલના એક ટવીટથી તેના કરોડો સમર્થકોને ઝટકો લાગ્યો હતો. વડાપ્રધાન મોદીએ આ ટવીટમાં પોતે સોશ્યલ મીડિયાનો ઉપયોગ બંધ કરવાનું વિચારી રહ્યાનું જણાવ્યું હતુ જેથી તેના કરોડો ફોલોઅર્સે મોદીને સોશ્યલ મીડિયા ન છોડવા વિવિધ પ્લેટફોર્મ પર વિનંતિનો ધોધ વહાવ્યો હતો. જે બાદ આજે બપોરે વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને જણાવ્યું હતુ કે તેઓ આઠમી માર્ચનાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પોતાના સોશ્યલ મીડીયાના તમામ એકાઉન્ટસ મહિલાઓને સમર્પિત કરશે.

Advertisement

આ એકાઉન્ટસ એવી મહિલાઓને સમર્પિત કરાશે કે જેમનું જીવન અને કાર્યો સમાજને પ્રેરણા આપે છે. તેમ જણાવીને મોદીએ ટવીટમાં ઉમેર્યું છે કે આમ કરવાની સમાજના કરોડો લોકોમાં આશાનું નવુ કિરણ જાગશે આવી મહિલાઓને જાણતા હોય તે તેની વિગતો આપવા પણ જણાવ્યું હતુ જેથી સ્પષ્ટ થઈ જવા પામ્યું છે કે મોદી આગામી આઠમી માર્ચએ આવનારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન સુધી સોશ્યલ મીડીયાનો ઉપયાગે છોડશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોશ્યલ મોદીના મહત્વ ઉપયોગ કરવા માટે વિશ્ર્વભરના તમામ નેતાઓમાં અગ્રેસર છે. ત્યારે તેમણે સોશ્યલ મીડિયાના તમામ એકાઉન્ટ બંધ કરવા નિર્ણયી સોશિયલ મીડિયાને કદાચ મોટું નુકસાન થયું નહીં હોય જે પીએમ મોદીના નિર્ણયથી થઇ શકે છે કારણ કે તેઓ માત્ર દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના વડાપ્રધાન જ નથી પરંતુ સોશિયલ મીડિયાની સૌથી લોકપ્રિય હસતીઓમાં સામેલ છે, તેમના ફોલોઅર્સની સંખ્યા કરોડોમાં છે. પીએમ મોદીએ સોમવારે રાત્રે ટ્વીટ કરી કહ્યું કે તેઓ સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટને છોડવાનો વિચાર કરી રહ્યા છે. તેમના આ ટવીટી તેમના ચાહકોમાં ખૂબ નિરાશા વ્યાપી ગઇ છે. તો બીજીબાજુ સોશિયલ મીડિયા કંપનીઓ ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ અને ઇંસ્ટાગ્રામના માલિકોને પણ પરેશાન કરી શકે છે. મોદીની એક ટ્વિટે આ કંપનીઓનો પરસેવો છોડાવી દીધો છે!

2.Banna 2

ચૂંટણી જીતમાં પીએમ મોદી અને તેમની પાર્ટી ભાજપની સફળતાની પાછળ સોશિયલ મીડિયા મોટું કારણ રહ્યું છે જે પ્રજા અને તેમની વચ્ચે કનેકટ કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ચૂંટણી કેમ્પેઇન હોય કે સ્કૂલના બાળકો સાથે સંવાદ, તેમણે તેમના માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. પીએમ મોદીએ એક નવી પ્રાની શરૂઆત કરી હતી. જેને બીજા નેતાઓએ પણ અનુસરણ કર્યું. તેમની સફળતામાંથી શીખ મેળવતા કેટલાંય નેતાઓએ પોતાને સોશિયલ મીડિયા સાથે જોડ્યા. અત્યાર સુધીમાં તમામ પાર્ટીઓના પોતાના આઇટી સેલ સુદ્ધાં ઉભા થઇ ચૂકયા છે તો દિવસભર સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્રેન્ડ અને સમાચારોનું મોનિટરિંગ કરતા રહે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પીએમ મોદી બાદ ઘણા સમય પછી સોશિયલ મીડિયા સાથે જોડાયા છે. પીએમ મોદી સોશિયલ મીડિયા કંપનીઓ માટે ભારતમાં એકતરફી બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂકયા છે. તેમની લોકપ્રિયતા જ છે કે ભારત આવવા પર સોશિયલ મીડિયા કંપનીઓના માલિક તેમની મુલાકાત કરે છે અને અમેરિકાના પ્રવાસ પર ફેસબુક ચીફ માર્ક ઝકરબર્ગે તેમને પોતાના હેડક્વાર્ટર્સ આવવા માટે આમંત્રણ આપ્યું હતું. સોશિયલ મીડિયા કંપનીઓના મનમાં એ ચિંતા પણ પેસી ગઇ છે કે કયાંક ભારત કંપની તો શરૂ નથી કરવા જઇ રહીને. એવી અટકળો પણ છે કે પીએમ મોદી હવે માત્ર નમો એપથી જ પ્રજા સાથે સંવાદ કરી શકે છે. ફેસબુક, ટ્વિટર જેવી સોશિયલ મીડિયા કંપનીઓને ડર ઉભો થાય તે સ્વાભાવિક છે કારણ કે પીએમ મોદી કેટલાંય મોકા પર ફેક ન્યૂઝ પર લગામ લગાવાની અપીલ આ કંપનીઓને કરી ચૂક્યા છે પરંતુ આ અપીલની કોઇ અસર દેખાઇ નથી. બની શકે કે પીએમ મોદીની આ ટ્વીટ એ કંપનીઓ પર દબાણ બનાવાની કોશિષ છે. પરંતુ જો તેનાથી ઉલટુ ભારતે પોતાની કંપની શરૂ કરી અને પીએમ મોદી તેની સાથે જોડાય છે તો ચોક્કસ તેમના ફોલોઅર્સ અને બીજા દેશવાસીઓ પણ આ રૂખ અપનાવશે. તેનાથી એ સોશિયલ મીડિયા કંપનીઓની લોકપ્રિયતા ભારત અને દુનિયામાં વધશે તેનાથી સ્વાભાવિક છે કે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ અને ઇંસ્ટાગ્રામની લોકપ્રિયતા પર અસર પડી શકે છે.

સોશિયલ મીડિયામાં ફોલોઅર્સની સંખ્યા ધરાવવામાં વિશ્ર્વભરમાં મોદી બીજા નંબરે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાંબા સમયથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં સોશિયલ મીડિયાના પ્રારંભથી જ ટવીટર ઈન્સ્ટાગ્રામ ફેસબુક, યુ-ટયુબ વગેરે જેવા સોશિયલ મીડિયાનો મહતમ ઉપયોગ કરીને દેશભરમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા હતા. વડાપ્રધાન બન્યા બાદ પણ મોદીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ સતત ચાલુ રાખીને વિશ્ર્વભરમાં છવાઈ જવા પામ્યા હતા. જેથી વિશ્ર્વભરમાં વડાપ્રધાન મોદીના સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મો પર કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ છે. મોદીનાં ટવીટર પર ૫.૩૩ કરોડ, ફેસબુક પર ૪.૪ કરોડ, ઈન્સ્ટાગ્રામ પર ૩.૫ કરોડ જયારે યુ. ટયુબ પર ૪૫ લાખ ફોલોઅર્સ ધરાવે છે. જે વિશ્ર્વમાં સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં પછી બીજા નંબરે છે. જયારે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોદી બાદ ત્રીજા નંબરે ફોલોઅર્સ ધરાવે છે.

મોદી ભારતમાં સૌથી વધારે ફોલોઅર્સ ધરાવે છે. તેમના બાદ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષયકુમાર વગેરે જેવા ફિલ્મી કલાકારોનું સ્થાન આવે છે.

મોદીના વિચાર સામે સમર્થકો દ્વારા ‘નો સર’ની અપીલનો ધોધ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે ટવીટર પર ટવીટ કરીને તેઓ સોશ્યલ મીડિયાનો ઉપયોગ બંધ કરવાનો વિચાર કરી રહ્યાનું જણાવ્યું હતુ જેથી સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મો પર રહેલા તેમના કરોડો ફોલોઅર્સને આંચકો લાગ્યો છે. મોદીના આ ટવીટ્ બાદ ટવીટર પર ‘નો સર’ની અપીલ કરતું હેશટેગ ટવીટ્ ટ્રેન્ડીંગમાં આવી ગયું છે. ગઈકાલરાત્રીથી આજે દિવસભર ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર વડાપ્રધાન મોદીને તેમના લાખો સમર્થકોએ સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મો પર વડાપ્રધાન મોદીને તેમના લાખો સમર્થકોએ સોશ્યલ મીડિયા ન છોડવા અપીલો કરી હતી. અમુક સમર્થકોએ એવી અપીલ કરી હતી કે તમે ઈચ્છો તો થોડોક સમય સોશ્યલ મીડીયામાંથી વિરામ લઈ શકો છો. પરંતુ આપના સોશ્યલ મીડિયા પરના સંદેશાઓ અમારા જેવા સમર્થકો માટે માગર્દર્શન રૂપ છે જેથી આપ અમોને નિરાશ નહી જ કરો તેવી અપીલો થવા લાગી છે.

સોશિયલ મીડિયાની વિદેશી કંપનીઓ દર વર્ષે અબજો રૂાપિયાનું હુંડીયામણ ઢસડી જાય છે

સોશિયલ મીડિયામાં હાલમાં કાર્યરત એવી ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ ફેસબુક, વ્હોઈટઅપ, યુ ટયુબ વગેરે જેવી કંપનીઓ વિદેશથી ચાલે છે. વિકાસશીલ દેશ તરીકે ભારતીયો હાલ વિશ્ર્વમાં સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તાજેતરમાં આવેલા એક અહેવાલમાં ભારતીયો દરરોજ ૧૨૦ કરોડ જીબી ઈન્ટરનેટના ડેટાનો ઉપયોગ કરે છે. જેમાં મહત્તમ ડેટાનો ઉપયાગે સોશ્યિલ મીડિયામાં થાય છે. જેથી ભારતનું બજાર સોશિયલ મીડિયા કંપની માટે મોટામાં મોટું બજાર છે. વડાપ્રધાન મોદી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકે અને તેના ફોલોઅર્સો જુએ લાઈક કરે કે શેર કરે તો સોશિયલ મીડિયા કંપનીની સાઈટસ પર જવાથી તેમને મળતી આવકમાં વધારો થાય છે. જેથી ભારતીયો દ્વારા દર વર્ષે વિદેશી સોશિયલ મીડિયાના થતા આવા ઉપયોગથી અબજો રૂા.નું હુંડીયામણ મળે છે. આ હૂંડીયામણ સોશિયલ મીડિયાની વિદેશી કંપની હોવાથી વિદેશોમાં જતુ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.