Abtak Media Google News

રાજકોટ શહેર પોલીસ દ્વારા હેડ કવાર્ટર ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન યું હતું. જેમાં ૪૦૪ તાલીર્માી પોલીસ જવાનોએ રકતદાન કર્યું હતું. પોલીસ કમિશનર ગેહલોતની રકતતુલા કરવામાં આવી હતી. આ તકે ઝોન-૨ ડીસીપી ડો.કરણરાજ વાઘેલા, ઝોન-૧ ડીસીપી બલરામ મીણા, જોઈન્ટ પોલીસ કમિશનર ડી.એસ.ભટ્ટ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહયાં હતા.

Dsc 0735આ તકે ‘અબતક’ સોની વાતચીત દરમિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે, ૪૦૪ નવલોહીયા જવાનો દ્વારા રકતદાન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ જવાનો પોતાની કામગીરી શરૂ કરશે. એકત્રીત યેલું લોહી સીવીલ હોસ્પિટલને આપવામાં આવશે.

Dsc 0728

આ તકે ડીસીપી કરણરાજ વાઘેલાએ કહ્યું હતું કે, રક્તદાન એ મહાદાન માનવામાં આવે છે. આજરોજ તાલીર્માી ૪૦૪ જેટલા જવાનોએ રકતદાન કર્યું હતું. આ સો પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. જરૂરીયાતમંદ લોકોને લોહી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.