Abtak Media Google News

પરીક્ષામાં કુલ 101720 ઉમેદવારોમાંથી 42925 ઉમેદવારો 200 માર્કસમાંથી 70 માર્કસ મેળવવામાં સફળ રહ્યા

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) ટાટ-એચએસ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામા 120 ગુણ મેળવવામાં માત્ર 1.01 ટકા ઉમેદવારો સફળ થયા છે. જયારે 70થી વધુ માર્કસ મેળવનારા ઉમેદવારોની સંખ્યા 41.10 ટકા છે. રાજયની હાયર સેકેન્ડરી સ્કૂલમાં શિક્ષક માટેની ગત તા.6 જૂનના રોજ લેવાયેલી ટાટની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દીધું છે. આ પરીક્ષામા કુલ 35 ટકા એટલે કે 70 માર્કસ મેળવનારા ઉમેદવારોને કવોલીફાય જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

આ પરીક્ષામાં કુલ 101720 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી આજે જાહેર કરાયેલા પરિણામમાં 42925 ઉમેદવારો 200 માર્કસમાંથી 70 માર્કસ મેળવવામાં સફળ થયા છે. આજ રીતે 200માંથી 80 ગુણ મેળવનારા ઉમેદવારોની સંખ્યા 29118 જેટલી છે. આજ રીતે 200માંથી 100થી વધારે ગુણ મેળવવામાં 9066 ઉમેદવારો અને 200માંથી 120 કે તેથી વધારે માર્કસ મેળવવામાં 1032 વિદ્યાર્થીઓ સફળ થયા છે.

અમદાવાદ ઉપરાંત વડોદરા,રાજકોટ અને સુરત ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી પણ ગત 19મીના રોજ જાહેર કરી દેવામાં આવી છે. પરીક્ષામાં પાસ એટલે કે 70 માર્કસ મેળવીને કવોલીફાય થયેલા ઉમેદવારો આગામી 17મી સપ્ટેમ્બરે યોજાનારી મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.