Abtak Media Google News

બે બેઠકોથી લઈ 303 બેઠકો સુધી પહોચેલી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી

જવાહરલાલ નેહરુએ ધૂંધવાઈને કહ્યું હતું, હું જનસંઘને કચડી નાંખીશ! જેના પ્રત્યુત્તરમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જીએ અત્યંત માર્મિક રીતે કહ્યું હતું કે, અમે તમારી વિધ્વંશક માનસિકતાનો વિનાશ કરીશું!

6એપ્રિલ,1980  ના રોજ સ્થપાયેલાં   ભાજપ – ને આજે 43   વર્ષ પૂર્ણ થયા છે. સક્ષમ નેતૃત્વ અને સમર્પિત કાર્યકર્તાઓના સંકલ્પબળ દ્વારા વિચાર, વિકાસ અને વિશ્વાસ થકી ભાજપે આજે ભારતને વૈશ્વિક સ્તર પર સન્માન સાથે વધુ મજબૂત સ્થાન અપાવ્યું છે.

સમગ્ર ભારત જ્યારે વિદેશી વિચારધારા અને પશ્ચિમી ઝાકઝમાળ વચ્ચે ઘેરાયેલું હતું, એવા સમયે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને દેશમાં હિંદુત્વવાદી રાજકીય પાર્ટીની જરૂરિયાત જણાતાં 21 ઑક્ટોબર,1951 ના રોજ એમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના દ્વિતીય સરસંઘચાલક   ગુરુજી-માધવરાવ શદાશિવરાવ ગોલવલકરજી ના ઐતિહાસિક મુખ્ય સહયોગ સાથે ભારતીય જનસંઘની સ્થાપના કરી; જેણે આગળ જતાં આપણા રાષ્ટ્રને પં. દીનદયાલ ઉપાધ્યાયજી, અટલબિહારી બાજપેયીજી, લાલકૃષ્ણ અડવાણીજી,ભાઈ મહાવીરજી, નાનાજી દેશમુખ વગેરે જેવા મૂલ્યનિષ્ઠ-કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ આપ્યા.

દેશવિરોધી વિચારધારા સામે લડવામાં એ સમયે જનસંઘના કાર્યકર્તાઓને કેટલી તકલીફ પડી હશે, એનો અંદાજ દિવંગત   અટલ બિહારી વાજપેયીની એક કવિતા પરથી લગાવી શકાય છે;

બાધાયેં આતી હૈ આર્યે, ઘિરેં પ્રલય કી ઘોર ઘટાયેં, પાવોં કે નીચે અંગારે,સિર પર બરસે યદિ જ્વાલાયેં, નિજ હાથોં મેં હંસતે-હંસતે, આગ લગાકર જલના હોગા; કદમ મિલાકર ચલના હોગા…એ સમયથી શરૂ થયેલી આ યાત્રા તારીખ 6 એપ્રિલ, 1980ના રોજ એવા પડાવ પર પહોંચી, જે ભારતનું ભવિષ્ય બદલાવનારો પૂરવાર થવાનો હતો. સ્થાપના થઈ, ભારતીય જનતા પાર્ટીની જેના સ્થાપક અધ્યક્ષ તરીકે અટલ બિહારી વાજપેયી ચૂંટાયા. અડવાણીજી, સિકંદર બખ્ત અને સૂરજભાણની મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી. મુંબઈના બાન્દ્રા પાસે  28ડિસેમ્બર, 1980ના રોજ ભાજપનું પ્રથમ અધિવેશન યોજાયું હતું.

દેશના એકમાત્ર રાષ્ટ્રવાદી રાજકીય પક્ષ તરીકે ખ્યાતિપ્રાપ્ત જનસંઘના દેશહિત વિચારધારા ધરાવનારા કાર્યકર્તાઓએ ભાજપની જવાબદારી પોતાના ખભા ઉપર ઊંચકી લીધી. સમય સાથે લોકોને પણ વાસ્તવિકતાનો અહેસાસ થવા માંડ્યો. પછી તો લોગ જુડતે ગયે ઔર કારવાં બનતા ગયા….

ભાજપના સ્થાપના દિવસ પર  અટલજીએ એક એવી ભવિષ્ય ભાખ્યું હતું, જેણે દેશવિરોધી તાકતોના પાયા હચમચાવી નાંખ્યા. તેમણે કહ્યું હતું કે, અંધારું હટશે, સૂરજ નીકળશે અને કમળ સમગ્ર દેશમાં ખીલી ઉઠશે!

આ ભવિષ્યવાણીના ગણતરીના વર્ષોની અંદર જ અટલ બિહારી વાજપેયીની સરકારના નેતૃત્વમાં ભારત ન્યુક્લિયર-રાષ્ટ્ર બની ગયું. ભારતને ન્યુક્લિયર પાવર ન બનવા દેવા માટે દાયકાઓથી સક્રિય એવી વિચારધારાઓના ચહેરા ઉપર આ એક લપડાક સમાન ઘટના હતી. ભાજપે સાબિત કરી બતાવ્યું કે તેઓ દેશને વિશ્વફલક પર લઈ જવા માટે ઘણું કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, મજબૂત લોકતંત્ર, એકાત્મક માનવદર્શન, હકારાત્મક બિનસાંપ્રદાયિકતા (અર્થાત્ સર્વધર્મ સમભાવ) અને મૂલ્યો આધારિત રાજનીતિના પાયા ઉપર નિર્માણ પામેલાં ભાજપનો સૂર્યોદય થતો ગયો અને કાદવમાં કમળ ખીલતું ગયું.1951 થી શરૂ થયેલી રાષ્ટ્રવાદી વિચારધારા ન વિકાસ ની આ વણથંભી યાત્રા માં 1984 માં પક્ષ કપરા સંજોગો નો સામનો પણ કર્યો.ત્યારબાદ દેશ અને પ્રજા ને રાજકીય અસ્થિરતા અને અશાંતિ તરફ ધકેલતા  ભાગલાવાદી રાષ્ટ્રહિત વિરોધી પરિબળો ને પરાસ્ત કરી ને શ્રદ્ધેય શ્રી અટલબિહારી બાજપેયીજી ના નેતૃત્વ માં  પ્રથમ 13 દિવસ બીજીવાર 13 મહિના અને ત્રીજીવાર 5 વર્ષ માટે કેન્દ્ર માં અન્ય પક્ષો ના સહયોગ સાથે સરકાર બની.

અંતે, વર્ષ 2014 માં પૂર્ણ અને પ્રચંડ બહુમતિ સાથે કેન્દ્રમાં ચૂંટાઈને આવેલી ભાજપે વિશ્વ ના સર્વાધિક લોકપ્રિય શાસક-રાજપુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદ હેઠળ અસંખ્ય ચમત્કારોની હારમાળા સર્જી દીધી. દેશભરમાં રાષ્ટ્રવાદ,એકતા-અખંડિતતા ની વિચારધારા ના  ઉદયનો આ સંકેત હતો. કાશ્મીરમાં 370ની ધારા, અયોધ્યાની ભૂમિ ઉપર ભવ્ય રામ મંદિરના નિર્માણ સહિત અનેક એવા કાર્યો ઉપર પૂર્ણાહુતિની મહોર લાગી, જેનું સ્વપ્ન પ્રત્યેક ભારતીયોએ ખુલ્લી આંખે નિહાળ્યું હતું.

43(73) વર્ષોની ભાજપની આ સફરની એક શાબ્દિક ઝલક માત્ર હતી. સમગ્ર દેશ આજે ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાને  સ્વીકારી કેન્દ્ર માં સંપૂર્ણ બહુમતી સાથે દેશ ના ઘણાં રાજ્યો માં  સતા નું સુકાન સંભાળ્યું છે, ત્યારે ફરી એક વખત દિવંગત અટલ બિહારી વાજપેયી લિખિત કવિતા સાથે આપને શુભેચ્છાઓ સહ અભિનંદન આપું છું. આ યાત્રા લાંબી હતી, મુશ્કેલ હતી, પરંતુ આપ સૌના સાથ-સહકાર થકી શક્ય બની છે. ભાજપના કાર્યકર્તાઓએ આપેલાં બલિદાન લેખે લાગ્યા છે. અટલજીના શબ્દોમાં કહીએ તો;

સ્થાપનાદિન ના આજના આ પાવન પ્રસંગે રાજુભાઇ ધ્રુવે સૌરાષ્ટ્ર ના પ્રજાજનો-કાર્યકર્તાઓ સહુ કોઈ ને મંગલમય શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.