Abtak Media Google News

રાજયની 25 પૈકી 13 નદીઓ પ્રદુષિત : નદીના પ્રદુષણને ઘટાડવા કેન્દ્ર સરકારે વર્ષ 2022-23માં એક રૂપીયો પણ ખર્ચ્યા નથી

ગુજરાતની નદીઓનાં પાણી પીવા લાયક તો એક બાજૂ રહ્યા હવે ન્હાવા લાયક પણ રહ્યાનથી રાજયની 25 નદીઓમાંથી 13 નદીઓ પ્રદુષણથી ખદબદી રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા શ્રી પાર્થીવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે લોકસભામાં સાંસદના સવાલ ના જવાબ માં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, ગુજરાત  ની 25 પૈકી 13 નદીઓ ના નીર ન્હાવા લાયક નથી. એક સમય એ નદી ના નીર પીવા લાયક હતા પણ પ્રદુષણ ના લીધે હવે તે ન્હાવા લાયક નથી રહ્યા.  કેન્દ્ર ના પર્યાવરણ મંત્રી એ જણાવ્યું હતું કે દેશ ની 603 નદીઓના પાણી ની શુધ્ધતા ની ગુણવત્તા તપાસવા માં આવી તે પૈકી 279 નદીઓ ના નીર ન્હાવા લાયક નથી.

ગુજરાત રાજ્ય માં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા 25 નદીઓ ના પાણી ની ગુણવત્તા 64 સ્થળો ઉપર ચકાસવા માં આવી હતી. સંશોધન માં ગુજરાત ની 13 નદીઓ પ્રદૂષિત હોવા નું તારણ મળ્યું, જેના નીર ન્હાવા લાયક પણ નથી. આ પાણી ગુણવત્તા તપાસવા માટે બીઓડીવેલ્યુ તપાસવા માં આવી હતી. બીઓડી એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે 3 મિલિગ્રામ પ્રતિ લીટર સુધીનું હોવું જોઈએ તો જ એ ન્હાવા લાયક ગણાય, જ્યારે સાબરમતી ની બીઓડી વેલ્યુ સ્તર 292 જેટલું આવ્યું તે સામાન્ય કરતા 97 ઘણું વધારે મળી આવ્યું છે, જ્યારે ભાદર નદી નું બીઓડી  વેલ્યુ 258.6 મળી આવ્યું જે સમાન્ય કરતા 86 ઘણું વધારે મળી આવ્યું છે.

ગુજરાત રાજ્ય ની માતા સમાન જીવાદોરી ગણાતી સાબરમતી, ભાદર, ખારી, ધાડર, અમલાખાડી, વિશ્વામિત્ર, મીંઢોળા, મહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણગંગા, તાપીના નીર હવે ન્હાવા લાયક પણ નથી રહ્યાં. કેન્દ્ર સરકાર ને પર્યાવરણ ની બિલકુલ ચિંતા ના હોય તે સરકાર ના જવાબ માં પ્રતીત થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022-2023 માં સૌથી વધુ 6 પ્રદૂષિત નદી ને શૂન્ય રૂપિયા આપી જાણે ગુજરાત ના પર્યાવરણ ને તમાચો માર્યો હોય તેવું લાગે છે.

ગુજરાત ની નદીઓ ને માતા ગણી ને પૂજન કરવા વાળા ગુજરાતીઓ એ જાગૃત થઈ અને નદીઓ ને પૂર્ણજીવિત અને શુદ્ધ નીર માટે તૈયારી કરવી પડશે. સરકાર ઘેરી નિંદ્રા માં છે તે દેખાઈ આવે છે. ન્યાયતંત્ર ના વારંવાર ઠપકા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની તપાસ, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા વારંવાર નદીઓ ના પ્રદુષણ ઉપર અનેક રિપોર્ટ આવ્યા છતાં ઉદાસીન સરકાર, પર્યાવરણ નું નખ્ખોદ કાઢવા જઈ રહી છે.

રાષ્ટ્રીય નદી પુનરુદ્ધાર યોજના હેઠળ નદીઓ ના પ્રદુષણ ને ઘટાડવા માં આવે તે બદલ વિત્તિય સહાય આપવા માં આવે છે પણ ગુજરાત ની સૌથી વધુ 6 પ્રદૂષિત અને 6 પ્રદૂષિત નદીઓ ને કેન્દ્ર સરકાર દ્વારા ઠેંગો બતાવવા માં આવ્યો. સરકાર પ્રદુષણ ની ચિંતા ના કરે તે ચોકવનારું છે જ્યારે સમગ્ર વિશ્વ માં ગ્લોબલ વોર્મિંગ અને કલાયમેટ ચેન્જ ની ચર્ચા માં નરેન્દ્ર મોદી ભાગ લેવા જાય પણ પોતાના જ ગુજરાત ની નદીઓ ની સ્થિતિ દયનીય છે. સમગ્ર ભારતમાં બીજા નંબરની સૌથી વધુ પ્રદુષિત નદી સાબરમતીના કિનારે ચાઈનાના પ્રીમીયર જીંગ પીંગ ને ઝુલે ઝુલાવ્યા, સી-પ્લેનના તાયફા, અટલ બ્રીજના તાયફા, વોટર સ્પોર્ટસ ના તાયફા કર્યા, પણ સાબરમતીને પ્રદુષણથી બચાવવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.