Abtak Media Google News

સ્પેકટ્રમ અલોકેશનના ૬ માસમાં જ ૫G નેટવર્ક સર્વિસીઝ લોન્ચ કરવાની રિલાયન્સ જીઓની તૈયારી

૪જીથી પણ ૬૦ ગણુ ઝડપી ૫જી નેટવર્ક હવે, આગામી થોડા સમયમાં ભારતમાં ઉપલબ્ધ થઈ જશે. જી,હા, જીઓ ગીગાફાયબર સર્વિસ લોન્ચ કર્યા બાદ અને ૫જી સ્પેકટ્રમની સૌથી મોટી હરરાજી કર્યા બાદ હવે ટેલીકોમ કંપની રિલાયન્સ જીઓ ૫જી સર્વિસ લોન્ચ કરવાની પ્લાનીંગમાં ઝુટાઈ છે. સ્પેકટ્રમ અલોકેશનના ૬ મહિનાની અંદરમાં જ રીલાયન્સ ૫જી ટેલીકોમ સર્વિસીઝ લોન્ચ કરશે તેમ જાણવા મળ્યું છે એટલે કે કંપની વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતમાં ૫જી નેટવર્ક શરૂ કરી દેશે.

Advertisement

તાજેતરમાં મોદી સરકારે પણ જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૧૯ના અંત સુધીમાં ૫જી સર્વિસીઝ માટે સ્પેકટ્રમ એલોકેટ કરવાનું આયોજન થઈ રહ્યું છે. રિલાયન્સ જીઓના એક અધિકારીએ આ વિશે વધુ વિગત આપતા જણાવ્યું છે કે, જીઓની પાસે ૫જી રેડી એલટીઈ નેટવર્ક છે અને એક વખત ૫જી સ્પેકટ્રનું અલોકેશન થઈ ગયા બાદ અમે ૬ માસની અંદરમાં જ નવી અદ્યતન ટેકનોલોજીથી સજજ સર્વિસીઝ લોન્ચ કરીશું.

મોર્ગન સ્ટનેલીના રીપોર્ટમાં જણાવાયું છે કે, પોતાના નેટવર્કને ૫જીમાં રૂપાંતરીત કરવા રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ મલ્ટિપલઈનપુટ-મલ્ટિપલ આઉટપુર, નેટવર્ક ફંકશન્સ વર્ચ્યુલાઈઝેશન-એનએફવી તેમજ સોફટવેર ડિફાઈન્ડ નેટવર્કીંગ, એસીડીએનની શરૂઆત કરશે. જોકે, જીઓના એકઝીકયુટીવે જણાવ્યું હતું કે, ૫જી નેટવર્કની શરૂઆતમાં કેટલાક પ્રકારની અડચણો આડે આવી શકે છે. જેમાંથી એક પડકારજનક અડચણ ડિવાઈસીઝની ઉપલબ્ધતા છે જે ૫જી સ્પેકટ્રમને સપોર્ટ કરે છે. જો ૫જી ટેકનોલોજીના સપોર્ટીંગ માટે જરૂરી રાઉટર્સ અથવા અદ્યતન ઉપકરણો નથી તો આ કામ ખુબ જ કપરું સાબિત થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.