Abtak Media Google News

રૂા.૧૪.૩૬ લાખનો મુદામાલ કબ્જે: વાડી માલિક સહિત બે શખ્સોની શોધખોળ

ગોંડલ તાલુકાના ભુણાવા ગામની વાડીમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવવામાં આવ્યાની બાતમીના આધારે એલસીબી સ્ટાફે દરોડો પાડી રૂ.૧૨.૮૫ લાખની કિંમતની ૨૫૪૪ બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો છે. પોલીસે વાડી માલિક સહિત બે શખ્સોની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભુણાવા ગામના હાર્દિકસિંહ ગીરીરાજસિંહ જાડેજાની વાડીમાં વિજય ભીખા જાદવ અને ભરત ભીખા જાદવ નામના બુટલેગરોએ વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યાની જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની બાતમીના આધારે એલસીબી ઇન્ચાર્જ પી.આઇ. જે.એમ.ચાવડા, એચ.એ.જાડેજા, યુ.એચ.વસાવા, એએસઆઇ મહંમદભાઇ ચૌહાણ અને મહેશભાઇ જાની સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

પોલીસના દરોડા દરમિયાન રૂ.૧૨.૮૫ લાખની કિંમતની ૨૫૪૪ બોટલ વિદેશી દારૂ સાથે ભરત ભીખા જાદવ નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરતા વાડી દાર્દિકસિંહ જાડેજાની હોવાનું અને વિદેશી દારૂ વિજય ભીખા જાદવે મગાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી રૂ.૧૪.૩૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.