Abtak Media Google News

સર્વોદય સેવા સંઘ અને સુરક્ષા સેતુ સોસાયટીના આયોજનમાં ૧૮ વર્ણ બાબા સાહેબની વંદના કરશે

ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના મસિહા ‘ભારત રત્ન’ બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીની ૧૨૬મી જન્મજયંતિની ઉજવણીના ભાગ‚પે પોલીસ વિભાગ સંચાલિત સુરક્ષા સેતુ સોસાયટી અને સર્વોદય સેવા સંઘ દ્વારા સિમ્બોલ ઓફ નોલેજ: ડો. બાબા સાહેબ અંબેડકર નામના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિશિષ્ટ એવા સેમીનારમાં બાબા સાહેબના અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, ધર્મશાસ્ત્રી, ઈતિહાસવિદ, પત્રકાર, પ્રોફેસર, મહિલાઓ અને મજૂર કામદારોનાં મૂકિતદાતા તરીકેના પાસાઓની ચર્ચા થશે મુખ્ય વકતા તરીકે જય વસાવડા અને ચંદુ મહેરિયા માર્ગદર્શન આપશે.

કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા ઉદઘાટક તરીકે કલેકટર શ્રી વિક્રાંત પાંડે ઉપસ્થિત રહેશે સ્વાગત કે.જી. કનર કરશે અને ભૂમિકા ડો. સુનીલ જાદવ આપશે. આ સેમીનારમાં રાજકોટના દરેક ધર્મ અને જ્ઞાતિનાં લોકો બાબા સાહેબની વંદના કરશે અને વિવિધ સંસ્થાઓ સંગઠનો બાબા સાહેબને પુષ્પાંજલી અર્પશે આ સૌ જ્ઞાતિમંડળો અને સંસ્થાઓનાં મોભીઓનું કલેકટર કમિશ્નર દ્વારા મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોલીસ વિભાગની સુરક્ષા સેતુ સોસાયટી અને સર્વોદય સેવા સંઘના શ્રી કે.જી. કનર ડો. સુનીલ જાદવ, દિલીપભાઈ સીંગરખીયા એલ.બી.ભાસા પી.યુ. મકવાણા, ચંદુભાઈ પરમાર, એમ.સી.સોચા, ડો. બી.એમ. મકવાણા, ડી.બી. પરમાર, પી.એ.ડાંગર, જે.ડી. પરમાર, ડો. એન.પી. પરમાર ડો. દલપત ચાવડા, ડો. બી.એન. પરમાર, ડો.એ.ડી. ચાવડા, બાવલભાઈ ચાવડા, કિશોર રાઠોડ, નરેશભાઈ પરમાર, જગદીશભાઈ ભોજાણી, હેમતભાઈ મયાત્રા, અશોકભાઈ દામોદરા, જે.વી. મકવાણા, મનુભાઈ ધાધલ, મોહનભાઈ પરમાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.