Abtak Media Google News

રસાયણો આપણા રોજિંદા જીવનનો આવશ્યક ભાગ છે. આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ તેમજ જે ખોરાક ખાઈએ છીએ ત્યાં સુધી રસાયણો આપણા અસ્તિત્વમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેઓ સફાઈમાં અને વ્યક્તિગત સંભાળ થી લઈને કપડાં અને ઈલેક્ટ્રોનિક્સ સુધીના લગભગ દરેક ઉત્પાદનમાં ઉપયોગી છે.રસાયણો સર્વવ્યાપક હોવા છતાં, ઘણા લોકો રોજિંદા જીવનમાં સૌથી સામાન્ય રસાયણો વિશે જાણતા નથી. આ રોજિંદા રસાયણોની રાસાયણિક રચના અને સંભવિત અસરોને સમજવી એ તંદુરસ્ત અને સલામત સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

1. પાણી – (H2O):

Is Water Just And Exactly H2O Or Something Else? Quora, 43% Off

પાણીએ રોજિંદા જીવનમાં એક મૂળભૂત રસાયણ છે.કારણ કે તમામ જીવંત જીવોને ટકાવી રાખવામાં તેની આવશ્યક ભૂમિકા છે. જેની રાસાયણિક ફોર્મ્યુલા H2O છે.જેમાં બે હાઇડ્રોજન અણુ અને એક ઓક્સિજનનો અણુ જોડાયેલ છે. H2O અન્ય પદાર્થોમાં ઓગળવાની ક્ષમતા ધરાવે છે.

રોજિંદા જીવનમાં પાણીનો ઉપયોગ વૈવિધ્યસભર છે.પાણીનો ઉપયોગ રસોઈ, સફાઈ, સ્નાન, સિંચાઈ અને પરિવહનમાં થાય છે. તેમજ કાપડ અને કાગળના ઉત્પાદનમાં પાણી એક અનિવાર્ય તત્વ છે. કુદરતી સંસાધન તરીકે તે પરિવહનમાં એક મહત્વપૂર્ણ ઘટક છે.જે વિશ્વભરમાં લોકો અને માલસામાનને ખસેડવા માટેના માર્ગો તરીકે મહાસાગરો,નદીઓ અને તળાવો પ્રદાન કરે છે. તેના આટલા મહત્વ હોવા છતાં પાણીમાં રહેલા બેક્ટેરિયા, વાયરસ અને રસાયણો જેવા દૂષકોને કારણે તે સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. તેથી પાણીને ગાળી અથવા ઉકાળીને પીવું જોઈએ.

2. મીઠું – સોડિયમ ક્લોરાઇડ (NaCl):

What Is Sodium Chloride? - The Chemistry Blog

મીઠાનું રસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે.એક સર્વવ્યાપક રાસાયણિક સંયોજન તરીકે હજારો વર્ષોથી ઉપયોગમાં લેવાય છે.આ પદાર્થ તેના અનન્ય ગુણધર્મો માટે જાણીતો છે.રાસાયણિક રીતે કહીએ તો સોડિયમ (Na) અને ક્લોરિન (Cl) નામના બે તત્વોથી બનેલું મીઠું પ્રમાણમાં સરળ સંયોજન છે.રોજિંદા જીવનમાં મીઠાનો સૌથી વધુ ઉપયોગ વિવિધ વાનગીઓના સ્વાદને વધારવા માટે થાય છે. આ સિવાય મસાલા તરીકે પણ ઉપયોગી છે. ઔદ્યોગિક રીતે મીઠાનો વ્યાપક ઉપયોગ જળ શુદ્ધિકરણ પ્રક્રિયા, રાસાયણિક ઉત્પાદન અને શિયાળા દરમિયાન રસ્તાઓ અને ફૂટપાથ માટે ડી-આઈસર તરીકે થાય છે.

3. સોડિયમ બાયકાર્બોનેટ – ખાવાનો સોડા (NaHCO₃):

Where Is Baking Soda In A Supermarket Or Grocery Store, 58% Off

સોડિયમ બાયકાર્બોનેટ સામાન્ય રીતે ખાવાનો સોડા તરીકે ઓળખાય છે.તે એક બહુમુખી રાસાયણિક સંયોજન છે જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. સોડિયમ આયનો અને બાયકાર્બોનેટ આયનોથી બનેલો સફેદ સ્ફટિકીય પાવડર ખાવાનો સોડા એક નબળો આલ્કલાઇન સંયોજન છે.જેનો ઉપયોગ સામાન્ય રીતે રસોઈમાં થાય છે.આ ઉપરાંત કિચન કાઉન્ટરટૉપ્સ, સિંક અને બાથટબ જેવી સપાટીને સાફ કરવા તેમજ કાર્પેટમાંથી સખત ડાઘ દૂર કરવામાં ઉપયોગી છે.આ સિવાય રેફ્રિજરેટર્સ, શૂઝ અને કાર્પેટમાં ગંધને નિષ્ક્રિય કરવામાં ઉપયોગી છે.સામાન્ય રીતે વ્યક્તિગત સ્વચ્છતા માટે ઉપયોગમાં લેવાતા ટૂથપેસ્ટ અને માઉથવોશથી લઈને ડિઓડરન્ટના ઉત્પાદનમાં ઉપયોગી છે.કારણ કે તે મોંમાં રહેલા એસિડને નિષ્ક્રિય કરવામાં મદદ કરે છે.તેમજ દાંતનો સડો અને શ્વાસની દુર્ગંધને અટકાવી શકે છે.

4. ઇથેનોલ – (C₂H₆O):

Mengenal Etanol, Apa Saja Kegunaan Bahan Kimia Ini? | Indochem

ઇથેનોલ કે જેને ઇથિલ આલ્કોહોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે એક સ્પષ્ટ, રંગહીન પ્રવાહી છે.આપણા રોજિંદા જીવનમાં હાનિકારક ઉત્સર્જન ઘટાડવા માટે સામાન્ય રીતે ઇથેનોલનો ઉપયોગ થાય છે. તે રંગ દુર કરવા માટેના પ્રવાહી તેમજ સફાઈ માટેના પ્રવાહીની બનાવટમાં વપરાતો બહુમુખી દ્રાવક છે. વધુમાં  ઘણા આલ્કોહોલિક પીણાઓ જેમ કે બીયર, વાઇન અને સ્પિરિટ્સમાં  પ્રાથમિક ઘટક તરીકે કાર્ય કરે છે.તેમજ કાર અને અન્ય વાહનોમા બળતણ તરીકે ઉપયોગી છે.

5. કાર્બન ડાયોક્સાઇડ – (CO2):

Direct Air Capture Pros And Consકાર્બન ડાયોક્સાઇડ (CO2) એ રંગહીન, ગંધહીન ગેસ છે. તે કુદરતી રીતે બનતો ગેસ છે.જે જીવંત જીવોના શ્વસન, જ્વાળામુખી ફાટી નીકળવો અને અન્ય કુદરતી પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થાય છે. આ સિવાય કાર્બન ડાયોક્સાઇડ માનવ પ્રવૃત્તિઓ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. જેમ કે ઊર્જા, પરિવહન અને ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે અશ્મિભૂત ઇંધણ બાળવા વગેરે.કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ સોફ્ટ ડ્રિંક્સ અને બીયરમાં કાર્બોનેશન બનાવવા માટે થાય છે.આ સિવાય અગ્નિસામક તરીકે પણ ઉપયોગી છે. પૃથ્વી પરના જીવનને ટકાવી રાખવા માટે મહત્વપૂર્ણ  હોવા છતાં, કાર્બન ડાયોક્સાઇડના વધુ પડતા ઉત્સર્જનથી આબોહવા પરિવર્તન,સમુદ્રમાં એસિડીકરણમાં વધારો તેમજ ગ્લોબલ વોર્મિંગ જેવી નકારાત્મક અસરો ઉભી થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.