Abtak Media Google News

એનસીસી વિભાગના બ્રિગેડિયર અજીતસીંગને રૂ.૫ લાખનો ચેક અર્પણ કરાયો

જમ્મુનાં પુલવામા ખાતે આંતવાદીઓ હુમલો કરતા ભારતમાતામાં ૪૪ સપુતો શહીદ થઈ ગયા છે. રાજકોટની જાણીતી કંપની એનડોક લાઈફ કેર પ્રા.લી.નાં ડીરેકટર લાલજીભાઈ બારસીયા પુત્ર અક્ષયનાં લગ્ન અવસર પર કંપનીનાં ડિરેકટરો, કર્મચારી પરીવાર તરફથી શહીદોનાં પરીવારનાં દુ:ખમાં ભાગ બનવામાં હેતુસર રૂ.૫ લાખની સહાય આપવાનો નિર્ણય કર્યોે છે. જે સહાય રાજકોટ એનસીસીનાં બ્રિગેડીયરને આપવામાં આવી છે.

પત્રકાર પરીષદમાં લાલજીભાઈ બારસીયા જણાવ્યું હતુ કે, મારા પુત્ર અક્ષયનાં લગ્ન તા. ૨૧-૨-૨૦૧૯ નાં રોજ યોજાયા હતા. હાલમાં આ શુભ અવસરની સાથે સીઆરપીએફનાં ૪૪ ભારતમાતાનાં સપુત દેશ માટે શહીદ થઈ ગયા છે. ત્યારે એક ભારતીય હોવાના નાતે શહીદોમાં પરીવારનાં દુ:ખમાં ભાગીદાર થવાની મારી ફરજ છે. જે પરીવારે તેનો ઘરનો એક સભ્ય અને ભારતમાતાએ પોતાનાં સપુતો ગુમાવ્યા છે. ત્યારે આ વિકટ પરીસ્થિતીમાં શહીદોનાં પરીવાર માટે મારી કંપની એનડોક લાઈફ કેર પ્રા.લી ગુ્રપ તરફથી રૂ.૫ લાખની સહાય આપવામાં આવી રહી છે. આ રૂપીયા સીધા શહીદોનાં પરીવાર સુધી સહાયરૂપે પહોંચેે તે માટે રાજકોટ એનસીસીનાં બ્રિગેડિયર અજીતસિંહને  રૂ.૫ લાખનો ચેક આપવામાં આવ્યો છે.

રાજકોટ પુલવામા થયેલ આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનો શહીદ થયા છે. ત્યારે દેશભરમાંથી આક્રોશ સાથે શહીદોના પરીવારજનો માટે આર્થીક સહયોગનો ધોધ વહી રહ્યો છે. જેમાં લાલજીભાઈએ પુત્રનાં લગ્નમાં શુભ અવસર પર શહીદોનાં પરીવારનાં દુ:ખમાં પણ ભાગ બનાવાની પહેલને સમાજને અનોખી રાહ ચીંધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.