Abtak Media Google News

ઇરાનથી દુબઈ બાદ મુન્દ્રા આવેલા ક્ધટેનરમાં મીઠાના નામે ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ નિષ્ફળ

કચ્છના મુન્દ્રા પોર્ટ પર આયાત થયેલા અને સીડબ્લ્યુસીમાં રાખેલા ઈરાનના ક્ધટેનરમાં ડ્રગ્સ હોવાની બાતમીના આધારે ડીઆરઆઈએ તપાસ કરી ઓપ – નમકીન હાથ ધર્યું હતું.જેમાં ત્રણ દિવસ સુધી એક હજાર મીઠાની બેગની તપાસ ચલાવી હતી. જેમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 500 કરોડની કિંમતનું 52 કિલો કોકેઈન પકડી પાડ્યું હતું.

ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઇ)ના સૂત્રોએ જણાવ્યું કે ઈરાનથી મીઠું હોવાની જાહેરાત કરીને આવી રહેલા એક ક્ધસાઈમેન્ટમાં નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જે આધારે ઓપરેશન શરૂ કરીને ડીઆરઆઈની ટીમે આવેલા ક્ધટેનરની સીડબ્લ્યુસીમાં તપાસ હાથ ધરી હતી. જેમાંથી 1 હજાર બેગની તપાસ દરમ્યાન કેટલાક બેગમાંથી અલગ પ્રકારની ગંધથી તેને અલગ તારવીને સેમ્પલિંગ કરીને ફોરન્સિક તપાસ કરાઈ હતી. જેના રિપોર્ટમાં આ જથ્થો કોકેઇનનો હોવાનું સ્પષ્ટ થયું હતું.કાર્ગોને એનડીપીએસ એક્ટ, 1985 તળે સીઝ કરીને આયાતકાર સહિતના સંલગ્ન લોકોની તપાસ અને પુછપરછનો દોર હાથ ધર્યો હતો. સતી મીઠા ના નામે કોકેઈન ઘૂસાડવાનો પ્રયાસ નિષ્ફળ બન્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગત મહિને કંડલા પોર્ટ નજીક આવેલા એક સી.એફ.એસ માં દરોડો પાડી 1100 કરોડનું 260 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું આ ડ્રગસ જીપ્સમ ની આડમાં આવ્યું હતું. જ્યારે ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં મુન્દ્રા પોર્ટ પર ખાનગી પેઢી ની લીઝ હસ્તકનાં ક્ધટેઈનર પોર્ટ પરથી 21,000 કરોડનો 3હજાર કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું.

મુન્દ્રા બંદરેથી 7 કરોડનું રકતચંદનનો જથ્થો ઝડપાયો

મુંદ્રાના એમઆઈસીટી ટર્મીનલમાંથી ડીઆરઆઈએ ગઈકાલે એક્સપોર્ટ થાય તે પહેલા જ એક ક્ધટેનરમાંથી રક્તચંદન ઝડપી પાડ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં 7 કરોડની કિંમત ધરાવતો 14 ટન જથ્થો જપ્ત કરાયો હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ પાસેના ખોડીયાર આઈસીડીથી આવેલા એક ક્ધટેનરને એક્સપોર્ટ થતું રોકાવીને તપાસ હાથ ધરી હતી. આ સંબંધમાં સુરત, અમદાવાદ અને બરોડામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયા હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.