Abtak Media Google News

પોલીસ પર બુટલેગરના હુમલાને પગલે એસ.પી. દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરાઈ

જામનગર જિલ્લામાં પોલીસ પાર્ટી પર બુટલેગરે કરેલા હુમલાને પગલે જિલ્લા પોલીસ વડાએ બુટલેગરો પર તવાઈ હાથધરી છે. જેમાં ભાણવડ તાલુકાના રાણપર ગામે એલસીબીએ ૫૩૫ બોટલ દારૂ પકડાયો અને બુટલેગરની શોધખોળ આદરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાણવડ પંથકમાં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની એલસીબીના સ્ટાફને મળેલી માહિતીના આધારે પેટ્રોલીંગમાં હતા ત્યારે રાણપરમાં વિદેશી દારૂનો જથ્થો પડયો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ૫૩૫ બોટલ દારૂ કબજે કરી દરોડાની ગંધ આવી જતા બુટલેગર નાસી છુટતા તેને ઝડપી સ્ટાફે ચક્રોગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.