Abtak Media Google News
  • 14 ફેબ્રુઆરીએ આ આતંકવાદી ઘટનાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. જેમાં દેશના 40 જવાનો શહીદ થયા હતા.
  • તારીખ 14 ફેબ્રુઆરી 2019,…આ તે વર્ષ અને તે તારીખ છે જેને ભાગ્યે જ કોઈ ભારતીય ભૂલી શકશે. આ દિવસે જ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના પુલવામામાં આતંકીઓએ મોટી આતંકી ઘટનાને અંજામ આપ્યો હતો.

Pmmodi Tribute

National News : ભારતના ઈતિહાસનો એ કાળો દિવસ જ્યારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના પુલવામામાં આતંકીઓ દેશની ખડે પગે રક્ષા કરતાં જવાનોને નિશાન બનવ્ય હતા. એ દિવસ એટ્લે 14 ફેબ્રુઆરી 2019. આજથી પાંચ વર્ષ પહેલા આ દુર્ઘટનાને અંજામ આપ્યો હતો આતંકીઓએ, પરંતુ આખો દેશ આ ઘટનાને આજે પણ ભૂલવા સક્ષમ બન્યો નથી. આજે પણ એ દિવસની તસ્વીરો આંખ સામે તરવરી આવે છે. જેમાં દેશના 40 જવાનો શહીદ થયા હતા.

I pay homage to the brave heroes who were martyred in Pulwama. Their service and sacrifice for our nation will always be remembered.

— Narendra Modi (@narendramodi) February 14, 2024

પુલવામા આતંકી હુમલાની 5મી વરસી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા તેણે કહ્યું છે કે હું પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ આપું છું. દેશ માટે તેમની સેવા અને બલિદાન હંમેશા યાદ રહેશે.

Martiars

આતંકીઓએ સેનાના વાહનોને નિશાન બનાવ્યા હતા

પુલવામા હુમલાને કાળો દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આ હુમલો ભારત પર થયેલા મોટા આતંકવાદી હુમલાઓમાંનો એક હતો. આ દિવસે, આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના કાફલાને 200 કિલો વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે નિશાન બનાવ્યું હતું. આ આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા, જ્યારે 35 ઘાયલ થયા હતા. વાસ્તવમાં સીઆરપીએફના 78 વાહનોનો કાફલો શ્રીનગર જવા રવાના થયો હતો. જેમાં 2500 થી વધુ જવાનો હાજર રહ્યા હતા.

જ્યારે સૈનિકોનો કાફલો પુલવામાથી પસાર થયો, ત્યારે આતંકવાદી આદિલ અહમદ ડાર 100 કિલોથી વધુ વિસ્ફોટકોથી ભરેલી કાર સાથે કાફલામાં ઘૂસી ગયો, જે પછી કોઈએ કલ્પના પણ નહોતી કરી. જોરદાર વિસ્ફોટ થયો અને ક્ષણવારમાં બધું વિખેરાઈ ગયું. સૈનિકોના વાહનોના કાચ તૂટી ગયા હતા. ધુમાડાના વાદળો સર્વત્ર ફેલાઈ ગયા. થોડા સમય પહેલા હસતા સૈનિકો શહીદ થયા હતા. જે કોઈ આ દ્રશ્ય જુએ છે તે આજે પણ કંપી જાય છે.

ભારતે પુલવામા હુમલાનો બદલો લીધો

આ ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો. આ મુદ્દે ભારે રાજનીતિ થઈ હતી. વિપક્ષે મોદી સરકારને ભીંસમાં લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે દરેક આંસુનો બદલો લેવામાં આવશે. પછી કંઈક એવું બન્યું જેની કોઈને અપેક્ષા નહોતી. પુલવામાની ઘટનાના 12 દિવસ બાદ 26 ફેબ્રુઆરીએ જ્યારે દરેક વ્યક્તિ ઊંઘમાં હતા ત્યારે ભારતીય સેનાએ પુલવામાનો બદલો લીધો હતો.

રાત્રે 3 વાગે ભારતીય સેનાના 12 મિરાજ 200 ફાઈટર જેટ એલઓસી પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસ્યા અને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા. આ હુમલામાં લગભગ 300 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઘટનાએ જ્યાં પાકિસ્તાનમાં ખળભળાટ મચાવ્યો હતો, ત્યાં ભારતમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.