Abtak Media Google News
  • અકસ્માતના કિસ્સાઓમાં પણ ચિંતાજનક વધારો

  • અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત નીપજ્યું

જામનગર ન્યૂઝ

વિકાસની હરણફાળ ભરતા જામનગરમાં અકસ્માતના કિસ્સાઓમાં પણ ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે જામનગર કાલાવડ માર્ગ વધુ એક વખત લોહિયાળ બન્યો હતો. આ માર્ગ પર અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પંચકોષી એ ડિવિઝન પોલીસે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગર જિલ્લામાં અકસ્માતની વણઝાર વચ્ચે ગઈકાલે જામનગર કાલાવડ રોડ પર સપડા ગામની ગોળાઈ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં આશરે 50 થી 55 વર્ષની ઉંમરનો અજાણ્યો પુરુષ સપડા ગોળાઈ પાસે ઉભો હતો. આ વેળાએ કાળ બનીને આવેલા અજાણ્યા વાહન ચાલકે પોતાના વાહન પર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા અજાણ્યા પુરુષને અડફેટે લીધો હતો. જેને લઇને ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં અજાણ્યા પુરુષને નાની મોટી ઈજાઓ થઈ હતી તેમજ માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બીજી બાજુ અકસ્માતની ઘટનાને અંજામ આપી અજાણ્યો વાહન ચાલક નાશી ગયો હોવાનું સામે આવ્યું છે.

અજાણ્યા યુવાનને સારવાર કારગત ન નિવડતા તેમણે હોસ્પિટલ બીછાને આખરી શ્વાસ ખેંચયા હોવાનું સામે આવ્યું હતું. આથી ફરજ પરના તબીબે યુવાનનું મોત થયું હોવાનું જાહેર કરતા આ અંગે પંચકોષી એ ડિવિઝન પોલીસે દોડી જઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને હાલ આ પુરુષને વાલી વારસાની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.