Abtak Media Google News

19 જળાશયો સતત ઓવરફ્લો: રૂલ લેવલ જાળવવા 14 ડેમના દરવાજા ખુલ્લા

સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોનો જળ વૈભવ સતત વધી રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર સહિત 35 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌરાષ્ટ્રના બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ હવે ઓવરફ્લો થવામાં માત્ર 6.80 ફૂટ જ બાકી રહ્યો છે. 19 જળાશયો સતત ઓવરફ્લો થઇ રહ્યા છે. જ્યારે રૂલ 14 ડેમના દરવાજા ખૂલ્લા રાખી પાણી ડેમમાં છોડવામાં આવ્યુ છે.

આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 35 જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં વધુ 0.59 ફૂટ પાણીની આવક થવા પામી છે. 34 ફૂટે ઓવરફ્લો થતા ભાદરની સપાટી 27.20 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમમાં 3455 એમસીએફટી પાણી સંગ્રહિત છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમ સાઇટ પર 9 મીમી વરસાદ પડ્યો છે. આ ઉપરાંત આજી-3 ડેમમાં 3.12 ફૂટ, સુરવોમાં 0.33 ફૂટ, ડોંડીમાં 3.94 ફૂટ, ન્યારી-1માં 0.16 ફૂટ, છાપરવાડી-1માં 1.64 ફૂટ, છાપરવાડી-2માં 0.98 ફૂટ, કરમાલમાં 0.33 ફૂટ, ભાદર-2 ડેમમાં 0.49 ફૂટ, ઘેલો સોમનાથમાં 0.10 ફૂટ અને માલગઢમાં 0.33 ફૂટ પાણીની આવક થવા પામી છે.

મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.16 ફૂટ, ડેમી-1 ડેમમાં 0.13 ફૂટ, બંગાવડીમાં 0.49 ફૂટ, જામનગર જિલ્લાના સસોઇ ડેમમાં 7.38 ફૂટ, ફૂલઝરમાં 2.53 ફૂટ, વિજરપીમાં 3.58 ફૂટ, ફોફળ-2માં 1.97 ફૂટ, ઉંડ-3માં 1.97 ફૂટ, આજી-4માં 0.98 ફૂટ, ઉંડ-1માં 0.33 ફૂટ, કંકાવટીમાં 0.16 ફૂટ, રૂપાવટીમાં 4.59 ફૂટ, સસોઇ-2 ડેમમાં 3.61 ફૂટ પાણી આવ્યું છે. દેવભૂમી દ્વારકા જિલ્લામાં ઘી ડેમમાં 0.39 ફૂટ, વર્તુ-1 ડેમમાં 11.19 ફૂટ, વર્તુ-2 ડેમમાં 8.86 ફૂટ, સોનમતીમાં 4.92 ફૂટ, શેઢા ભાડથરીમાં 0.98 ફૂટ, વેરાડી-1માં 10.17 ફૂટ, કાવરકામાં 6.40 ફૂટ, વેરાડી-2માં 9.68 ફૂટ અને મીણસારમાં 8.86 ફૂટ પાણીની આવક થવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-1માં 0.20 ફૂટ, ધારીમાં 1.64 ફૂટ, પોરબંદર જિલ્લાના સોરઠીમાં 0.39 ફૂટ પાણીની આવક થવા પામી છે. 19 જળાશયો સતત ઓવરફ્લો થઇ રહ્યા છે. જ્યારે 14 ડેમના દરવાજા ખૂલ્લા રાખી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.