Abtak Media Google News

રાજકોટ, ગ્રામ્ય, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૧૩૧૬ વાહન ડીટેઇન કરાયા

કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉનને તા. ૩ મે બાદ ૧૭ મે સુધી લોક ડાઉન લંબાવવામાં આવ્યું છે ત્યારે ગતરાતે લોક ડાઉનનો ભંગ કરી રખડવા નીકળેલા સૌરાષ્ટ્રના ૯૬૬ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ, રૂરલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, બોટાદ, પોરબંદર, અને સુરેન્દ્રનગર પોલીસે લોક ડાઉનનો અમલ કરાવવા ૧૩૧૬ વાહન ડીટેઇન કર્યા છે.

Advertisement

રાજકોટ શહેરના કનક રોડ, સુર્યકાંત હોટલ અને દાણાપીઠ પાસેથી ૩ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. જૂના માકેર્ટીંગ યાર્ડ, જૂના મોરબી રોડ અને પારેવડી ચોક પાસેથી ૫ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ચુનારાવાડ ચોક, સંત કબીર રોડ અને રાજારામ સોસાયટી પાસેથી ૨૦ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. સોરઠીયાવાડી સર્કલ અને આરએમસી કોમ્યુનિટી હોલ ચોક પાસેથી ૪ શખ્સોને ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. નવાગામ આણંદપર અને કુવાડવા પાસેથી ૨૨ શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. કોઠારિયા ચેક પોસ્ટ, કોઠારિયા ચોકડી, માંડા ડુંગર, સાંઇબાબા સર્કલ, સોલવન્ટ રોડ, કોઠારિયા ગામ, સુમંગલ પાર્ક અને ઢોલરા પાટીયા પાસેથી ૨૫ શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. ન્યુ પોપૈયાવાડી, ચંદ્રેશનગર, અતિથી ચોક, ખોડીયારનગર, નાના મવા સર્કલ અને નકલંક ટી સ્ટોલ પાસેથી ૯ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. ભોમેશ્ર્વરવાડી, પરસાણાનગર મેઇન રોડ, જંકશન પ્લોટ, જામટાવર ચોક પારસી અગીયારી ચોક અને કલેકટર કચેરી સામેની શેરી પાસેથી ૧૧ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. ઘંટેશ્ર્વર ચોક, ઇન્દિરા સર્કલ, ઉમિયા ચોક, હનુમાન મઢી અને સાંઢીયા પુલ પાસેથી ૧૧ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. ઠાકર હોટલ ચોક, બાપા સિતારામ ચોક, વાવડી રોડ, પંચાયતનગર, રાજધાની એપાર્ટમેન્ટ, ગોપાલ ચોક, જનકપુરી સોસાયટી, આકાશવાણી ચોક, મુંજકા ચોક અને શિતલ પાર્ક પાસેથી ૬ શખ્સોની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. રૈયાધાર, ટી.એન.રાવ કોલેજ, આકાશવાણી ચોક, બાપાસિતારામ ચોક અને સાધુવાસવાણી રોડ પાસેથી ૧૦ શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. જુદા જુદા ૯ પોલીસ મથકના સ્ટાફ અને ટ્રાફિક બ્રાન્ચે ૯૭૯ વાહન ડીટેઇન કર્યા છે.રાજકોટ ગ્રામ્યના લોધિકા ૧૭, ધોરાજીમાં ૩૦, જામકંડોરણા ૯, જેતપુરમાં ૪૦, વિરપુર ૧ પડધરી ૧૪, ગોંડલમાં ૩૩, ઉપલેટામાં ૪૦, ભાયાવદરમાં ૨૨, પાટણવાવ ૧૦, જસદણમાં ૧૦, વિછીંયા ૬ ભાડલામાં ૬, આટકોટમાં ૮ અને શાપરમાં ૩૭ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

બોટાદમાં ૫૨, દેવભૂમિ દ્વારકામાં ૨૦, ગીર સોમનાથમાં ૫૯, પોરબંદર ૮૫, મોરબીમાં ૬૪, સુરેન્દ્રનગર ૩૭, જૂનાગઢમાં ૨૫૦ અને ભાવનગર ૧૬૧ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૧૩૧૬ વાહન ડીટેઇન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.