Abtak Media Google News
  • રાજ્યના 71 તાલુકાઓમાં વરસાદ: આજે 22 જિલ્લામાં મેઘકૃપાની આગાહી
  • માંગરોળ અને માણાવદરમાં ત્રણ ઇંચ, તાલાલામાં બે, સાવરકુંડલા, ઉનામાં દોઢ ઇંચ, વેરાવળ, કાલાવડ, મેંદરડા અને વંથલીમાં એક-એક ઇંચ: સવારથી 6 તાલુકામાં ઝાપટા

સમગ્ર ગુજરાતમાં હજી ચોમાસાના વિધિવત આગમન થયું નથી. છતા પ્રિ-મોનસૂન એક્ટિવીટીની અસરતળે રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે. દરમિયાન આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 71 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. દરમિયાન આજે રાજ્યના 22 તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. સવારથી છ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી ટી-20 મેચ પર વરસાદનું વિઘ્ન રહેલું છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 71 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢના માંગરોળમાં ત્રણ ઇંચ, મહેમદાવાદમાં ત્રણ ઇંચ, માણાવદરમાં ત્રણ ઇંચ, તાલાલામાં બે ઇંચ, સાવરકુંડલા, ઉમરાળા, ઉનામાં દોઢ ઇંચ, ચાણસ્મામાં સવા ઇંચ, ખેડા, વેરાવળા, વડગામ, ખેડા, વેરાવળમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય 61 તાલુકાઓમાં હળવા ઝાપટાથી પોણો ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આજે સવારથી 6 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં 3.90 ટકા વરસાદ વરસી ગયો છે. દરમિયાન આજે 22 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર હાલ નૈઋત્યનું ચોમાસુ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વેરાવળ-દીવ સુધી પહોંચ્યુ છે. આગામી 48 કલાકમાં ચોમાસુ સૌરાષ્ટ્રને કવર કરી લેશે. આજે સાંજના સમયે ગાજવીજ સાથે લોકલ ફોર્મશનની અસર તળે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સવારથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.

આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રાજકોટના ખંઢેરી ખાતે રમાનારી પાંચ ટી-20 મેચ પૈકીની ચોથી મેચ પર વરસાદનું વિઘ્ન રહેલું છે.

આજી-3 અને ન્યારી-2 સહિત ચાર જળાશયોમાં નવાનીરની આવક

ન્યારી-2 ડેમમાં એક ફૂટ, સસોઈ-2માં 2.30 ફૂટ, વઢવાણ ભોગાવોમાં 0.10 ફૂટ અને આજી-3માં 0.7 ફૂટ પાણીની આવક રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સ્થાનીક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે.છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ડેમમાં પાણીની આવક થવા પામી છે.

રાજકોટ જિલ્લાના આજી-3 ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવુ 0.7 ફૂટ પાણીની આવક થવા પામી છે. 26.70 ફૂટની ઉંડાઈ ધરાવતા ડેમની સપાટી 15.70 ફૂટે પહોચી જવા પામી છે. ન્યારી-2 ડેમમાં એક ફૂટ પાણીની આવક થવા પામી છે. 20.70 ફૂટની ઉંડાઈ ધરાવતા ડેમની સપાટી 6.60 ફૂટે પહોચી જવાપામી છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના સસોઈ-2 ડેમમાં 2.30 ફૂટ પાણીની આવક થવા પામી છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-1 (નાયકા)માં 0.10 ફૂટ પાણીની આવક થવા પામી છે. 18.90 ફૂટની ઉંડાઈ ધરાવતા ડેમની જીવંત જળ સપાટી 7.60 ફૂટે પહોચી જવાપામી છે.

વિજળી પડતા મેટોડામાં પરપ્રાંતિય યુવાનનું મોત

Untitled 1 327

મેટોડા પારસ પાર્ક સોસાયટી માં વિજળી પડતાં એક પરપ્રાંતીય યુવા મજુર નિરજ યાદવનું મૃત્યુ થયું છે. લોધીકા તાલુકા ના મેટોડા જીઆઇડીસી સામે ની મેટોડા ગામની પારસ પાર્ક સોસાયટી માં રહેતા  કારખાનામાં મજૂરી કામ કરતા ઉતરપ્રદેશના આઝમગઢ જીલ્લા ના સુલતાનપુર ગામ રહેવાસી નિરજ શ્રી શ્યામ યાદવ (ઉ.વ. 23) નું ધટના સ્થળે જ મૃત્યુ નિપજતા સોસાયટી માં શોકનો માહોલ સર્જાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.