Abtak Media Google News

31 ડિસેમ્બરની ઉજવણી માટે આવેલો વિદેશી દારૂ પકડાયો

વડોદરાના નામચીન બુટલેગરે વિદેશી દારૂ ભાવનગરના દારૂના ધંધાર્થીને મોકલ્યાનું ખુલ્યું

વિદેશી દારૂ, છોટા હાથી અને મોબાઇલ મળી રૂ. 41 લાખનો મુદામાલ કબ્જે

31 ડિસેમ્બર એટલે કે ન્યુયર નજીક આવી રહ્યું છે ગુજરાતમાં દારૂબંધી હોવાથી ઉજવણી માટે દારૂની સપ્લાય ગુજરાતમાં પુરજોશમાં શરુ થઇ હોઇ તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટમાં કુવાડવા જીઆઇડીસીના ગોડાઉનમાં ન્યુયરની પાર્ટીની ઉજવણી કરવા માટે મંગાવેલા દારૂને ડીસીબી પોલીસે દરોડા પાડી ઝડપી પાડી છ શખ્સોની ધરપકડ કરી રૂ. 41 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે ઉલ્લેખનીય છે કે ગુજરાતના નામચીન બુટલેગર  નાગદાન ગઢવી દ્વારા આ દારુ ભાવનગર મોકલવાનો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગતો અનુસાર ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.જે. જાડેજાને મળેલી બાતમીના આધારે પી.આઇ. વી.કે. ગઢવીએ કુવાડવા નજીક જીઆઇડીસીમાં આવેલા 95 નંબરના ગોડાઉનમાં દરોડો પાડયો હતો. જેમાં ગોડાઉનમાંથી જુદી જુદી  બે બ્રાન્ડની વિદેશી દારુની 6492 બોટલ મળી આવી હતી. અને જેમાંની કેટલીક પેટી ગોડાઉનમાં પડેલ આઇશરમાં રાખવામાં આવી હતી. ગોડાઉનમાંથી પોલીસને પરેશ હિમતલાલ પટેલ (રહે. ભાવનગર, હાલ શીવધારા રેસિડે. કુવાડવા), રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા જાડેજા (રહે. અમદાવાદ મુળ હાપા) દિવ્યેશ નવલ સોલંકી (રહે.ભાવનગર), જીતેન્દ્ર ઉર્ફે ભદો મનજી રાઠોડ (રહે. ભાવનગર), જોટારામ ભગારામ બોલ (રહે. રાથસ્થાન) અને એક સગીર મળી આવતા તમામની પોલીસે ધરપકડ કરી કુલ રૂ.. 41 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

વધુમાં સુત્રોના જણાવ્યા અનુસાર ભાવનગરના બુટલેગર ઇમરાને 1પ દિવસ પહેલા કુવાડવાનું ગોડાઉન ભાડે રાખ્યું હતું બાદમાં તેમાં દારુનો જથ્થો ઉતાર્યો હતો જે 31 ડિસેમ્બરની ઉજવણીમાં વેચાણ કરવા માટે સૌરાષ્ટ્રના જુદા જુદા બુટલેગરોને સપ્લાય કરવાનો હતો. પકડાયેલા આરોપી પરેશ ઇમરાનનો સાગરીત હોવાનું અને ગોડાઉનની દેખરેખ રાખતો હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે  કે વડોદરાના નામચીન બુટલેગરે આ દારૂ મોકલાવ્યો હોવાનું હાલ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે જેથી પોલીસે તે દીશામાં વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.