Abtak Media Google News

સમુદ્ર માર્ગે સોનાની દાણચોરીમાં અસાધારણ વધારો નોંધાયો

કોસ્ટગાર્ડના હાથે ઝડપાયેલુ ૧૫૦૦ કિલો હેરોઈન જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ.૬૫૦૦ કરોડ થાય છે. આ દાણચોરીનું ઘટનાનું પગેરુ ગુજરાતમાં નીકળતા ખળભળાટ મચી ગયો છે. આ હેરોઈનનો જથ્થો ઈરાનીયન શિપમાં ભારત આવ્યું હતું. શિપમાં છુપાવીને લવાયેલો જથ્થો કોસ્ટગાર્ડની બાજ નજરમાં બચી શકયો ન હતો.

Advertisement

ઈરાનની શિપ હેન્ડ્રીમાં આ ૧૫૦૦ કિલો હેરોઈનનો જથ્થો ઝડપાયો હતો. આ કેસની વધુ તપાસ પર તેનું પગે‚ છેક ગુજરાત સુધી લંબાયું છે. ગત જુલાઈની આ ઘટનાની તપાસમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડને પગે‚ મળ્યું છે. આ જથ્થો ગુજરાતના કાંઠે ઉતારવાનો હતો. આરોપીની યાદીમાં કોઈ એક મનીષ પટેલ નામની વ્યક્તિનું નામ પણ સામેલ છે. વિશાલ યાદવ નામના મુંબઈના શખ્સને હેમખેમ લેન્ડીંગ બદલ રૂ.૧૫૦ કરોડ મળવાના હતા.

આ સીવાય સમુદ્ર માર્ગે સોનાના દાણચોરીમાં અસાધારણ વધારો નોંધાયો છે.

સોનાની ગેરકાયદે હેરાફેરી કરતા દાણચોરો દેશમાં પીળી ધાતુ ઘુસાડવા માટે સમુદ્રમાર્ગનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે તેમ ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) જણાવે છે. ડીઆરઆઇએ મુંબઈમાં એક કંપનીની તપાસમાં આ બાબત પકડી પાડી હતી. એન્ટિટીએ શિપના ક્ધટેનર મારફત સોનાનું સ્મગલિંગ કર્યું હોવાની તપાસ ચાલે છે. અન્ય કેટલીક કંપનીઓ પણ મશીનરીની આયાત કરવાના ઓઠા હેઠળ દેશમાં ગેરકાયદે સોનું ઘુસાડતા પકડાઈ છે. ડીઆરઆઇના એક અધિકારીએ ઇટીને જણાવ્યું કે, દેશમાં ગોલ્ડ સ્મગલ કરવા માટે ક્ધટેનર શિપ્સનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત સોનાને મશીનરીમાં પણ છુપાવીને ભારત પહોંચાડવામાં આવે છે. તાજેતરના સમયમાં આ પદ્ધતિનો ઉપયોગ કરીને સોનાની દાણચોરી કરવામાં આવે છે.ફહિ૧ં૪૮ ડીઆરઆઇના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે આ સોનું માત્ર દુબઈ, થાઇલેન્ડ, હોંગકોંગ, સિંગાપોરથી ભારતમાં ઘુસાડવામાં નથી આવતું પરંતુ યુકે અને યુએસમાંથી પણ હવે સ્મગલિંગમાં વધારો થયો છે.

લંડનથી એર કાર્ગો દ્વારા લાવવામાં આવતી મશીનરીના કિસ્સામાં જાણવા મળ્યું હતું કે ડીઆરઆઇને કોઈએ બાતમી આપી તેના અગાઉ ૩૫ વખત મશીનરીમાં સોનું છુપાવીને લાવવામાં આવ્યું હતું. ચાલુ ખાતાની ખાધને વધતી અટકાવવા અને રૂપિયામાં ઘટાડાને રોકવા સરકારે ૨૦૧૩માં સોના પરની ઇમ્પોર્ટ ડ્યૂટી તબક્કાવાર વધારીને બે ટકામાંથી ૧૦ ટકા કરી હતી. ત્યાર બાદ સોનાના સ્મગલિંગમાં ઉછાળો આવ્યો હતો.

જે લોકો સોનાની દાણચોરીમાં પકડાયા છે તેની સામે ડીઆરઆઇ સક્રિય કામગીરી કરી રહી છે. આ ઉપરાંત એર અને સી પોર્ટ પર પણ શંકાસ્પદ કાર્ગો પર નજર રાખવામાં આવે છે. ભારતીય કસ્ટમ્સનું સર્વોચ્ચ ઇન્ટેલિજન્સ સંગઠન ડીઆરઆઇ કોમર્શિયલ ફ્રોડ અને સ્મગલિંગ સામે કાર્યવાહી કરે છે. કસ્ટમ્સ અધિકારીઓએ જણાવ્યું કે દેશમાં કેટલું સોનું દાણચોરીથી ઘુસાડવામાં આવતું હશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ અમુક લોકો માને છે કે આરબીઆઇ નોમિનેટેડ એજન્સીઓ અને ઓથોરાઇઝ્ડ બેન્કો દ્વારા ડ્યૂટી ચૂકવીને જે સોનું લાવવામાં આવે છે તેના ૫૦ ટકા જેટલો જથ્થો કદાચ સ્મગલિંગથી લાવવામાં આવે છે.

આ દૃષ્ટિએ સ્મગલિંગનો આંકડો ઘણો મોટો હશે કારણ કે થોમ્સન રોઇટરના નેટ ઇમ્પોર્ટ ડેટા પ્રમાણે કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં દેશમાં ૩૪૩.૪ ટન સોનું (સ્થાનિક વપરાશ માટેના સોનામાંથી નિકાસના હેતુ માટેના સોનાની બાદબાકી કર્યા બાદ) આયાત કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.