Abtak Media Google News

૩૮ દેશોમાંથી ૧૫૦ બોકસરોએ ભાગ લીધો

ભારતીય મહિલાઓનો સ્પોટસમાં સા‚ એવું પ્રદર્શન કરી રહી છે. ભારતની બધી જ ૫ બોકસરોને જીત સાથે એઆઈબીએ મહિલા યુવા વિશ્ર્વ ચેમ્પીયનશીપનાં કવોટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય મહિલા બોકસરો ઝડપથી ઉભરી રહી છે. ત્યારે આ સ્થાન તેમના શાનદાર પ્રદર્શનની દેન છે. જેમાં અંકુશિતાએ તુર્કીની એબુક કાગલાને રસાકસીના મુકાબલામાં માત આપી હતી. ત્યારે અંકુશિતા સહિત શશી ચોપરા, જયોતી ગુલીયા, નીતુ અને સાક્ષી ચૌધરી પ્રવેશ મેળવવમાં સફળ રહી છે.ભારત માટે સૌથી પહેલા રીંગમાં જોતી ઉતરી હતી જેણે રમતમાં યુક્રેનની અનાસ્તાસિયા લિસિસ્કાને તેણે હરાવી હતી. ત્યારે શશીએ તાઈવાનની લીન લી વેઈ ચીને હરાવી. તો નીતુએ બુલ્ગરીયાની એમી મારી ટોડોરોવાને હરાવી ત્યારે સાક્ષીએ સસની ઈદિરા શુધબાયેયાને હરાવી હતી.

આ પૂર્વે નેહા યાદવ અને અનુપમાં પહેલાથી જ સેમીફાઈનલમાં સ્થાન મેળવી ચૂકી છે. અને ભારતનાં નામે ૨ મેડલ પાકકા કરી ચૂકી છે. ભારતમાં પહેલી વખત થનારી આ ગેમ્સમાં ૩૮ દેશોનાં ૧૫૦થી વધુ બોકસરોએ ભાગ લીધો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.