Abtak Media Google News

ભંડારકર ઓરીએન્ટલ રિચર્સ ઇન્સ્ટીટયુટને અનુદાનથી સક્ષમ બનાવવાની નેમ

સંસ્કૃતની સાથે સાથે પ્રકૃતિનું જતન પણ આવશ્યક છે. ભંડારકર ઓરિએન્ટલ રિચર્સ ઇન્સ્ટીટયુટને પ્રવૃતિના વિસ્તાર માટે રૂ. 7.5 કરોડની ગ્રાન્ટ ફાળવવા મૂર્તિ ટ્રસ્ટે નેમ વ્યકત કર્યો હતો.  સુધા મુર્તી અને  નારાયણ મુર્તિના પારિવારિક ફાઉન્ડેશન મુર્તિ ટ્રસ્ટે સંસ્કૃત અને પ્રાકૃતના દુર્લભ પુસ્તકો અને હસ્તપ્રતોની જાળવણી અને તેના સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (બીઓઆરઆઈ)ને રૂ. 7.5 કરોડની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. આ ગ્રાન્ટમાંથી મુર્તિ સેન્ટર ઓફ ઈન્ડિક સ્ટડીઝનું બાંધકામ કરાશે, જ્યાં ડિજિટલાઈઝ કરવામાં આવેલા પૌરાણિક પુસ્તકો અને હસ્તપ્રતોના અભ્યાસ માટે 200 બેઠકના ક્લાસરૂમની ક્ષમતા સાથે 18,000 ચો. ફૂટમાં ફેલાયેલી શૈક્ષણિક અને સંશોધન ઈમારતો તથા લેક્ચર્સ માટે અત્યાધુનિક ઓડિટોરિય તથા ઓડિયો-વિઝ્ઉલ સ્ટુડિયો બનશે.

આ ઈમારતની ભૂમિ પૂજા  સુધા મુર્તિના હસ્તે થઈ હતી, જેમણે ઈમારતનો શિલાન્યાસ કર્યો હતો.નવી પહેલ અંગે વાત કરતાં  સુધા મુર્તિએ જણાવ્યું હતું કે, ‘બીઓઆરઆઈ 105 વર્ષ જૂની સંસ્થા છે અને ભારતના સાંસ્કૃતિક વારસાનો મહત્વનો પાયો છે. સંસ્થાએ અસંખ્ય બૌદ્ધિક સંશોધનપત્રો અને પુસ્તકો લખ્યા છે. બીઓઆરઆઈમાં પ્રત્યેક પ્રોફેસર મહાન શિક્ષણવિદ છે. બે પુસ્તકો ‘મહાભારતનો વિવેચનાત્મક આવૃત્તિ’ અને ‘કેનનું ધર્મશાસ્ત્ર’ના બૌદ્ધિક કામથી હું મંત્રમુગ્ધ થઈ ગઈ છું. આ બંને પુસ્તકો મારા હૃદયની ખૂબ જ નજીક છે. સમય બદલાયો છે ત્યારે લોકો આપણી સંસ્કૃતિ અંગે વધુ ને વધુ શીખવા માટે ઓનલાઈન ક્લાસીસ શોધી રહ્યા છે અને તેઓ કર્મચારીઓ સાથે વાતચીત કરવા પણ આતુર હોય છે.

તેથી મુર્તિ ટ્રસ્ટે એક નવી અને આધુનિક ઈમારત સાથે બીઓઆરઆઈને સહયોગ કરવા નિર્ણય કર્યો છે. આ ઈમારત ભારતના સાંસ્કૃતિક વારસાની ઊજવણી માટે સમર્પિત હશે.’બીઓઆરઆઈના એક્ઝિક્યુટીવ બોર્ડના ચેરમેન ભુપલ પટવર્ધને મુર્તિ સેન્ટર ઓફ ઈન્ડિક સ્ટડીઝ માટે સંસ્થાની યોજના અંગે પણ વાત કરી હતી. ‘માનનીય સુધાતાઈએ શૈક્ષણિક પ્રોજેક્ટ્સ માટે ભંડોળ આપ્યું છે અને હવે સંસ્થાના અંદાજે 40 જેટલા સ્કોલર્સ ભારતીય ફિલસૂફીથી લઈને કથક, આયુર્વેદથી લઈને ખગોળશાસ્ત્ર સુધીના વિવિધ વિષયો પર કામ કરશે. આગામી મુર્તિ સેન્ટર ઓફ ઈન્ડિક સ્ટડીઝમાં 60થી વધુ સ્કોલર્સનો સમાવેશ કરી શકાશે. આ જ સમયે સંસ્થા હવે શિક્ષણના ક્ષેત્રમાં પણ પ્રવેશી છે. તેથી વિવિધ અભ્યાસક્રમો માટેના વર્ગખંડોમાં 200 વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાશે અને આ મુર્તિ સેન્ટરમાં સ્ટુડિયો પણ હશે, તેથી આપણે સારું ઓનલાઈન ક્ધટેન્ટ ઊભું પણ કરી શકીશું, જે આપણા ‘ભારતવિદ્યા’ પ્લેટફોર્મ પરથી પૂરું પાડી શકાશે. સંસ્થા પાસે 28,000 પૌરાણિક પુસ્તકો અને હસ્તપ્રતો છે. આ પુસ્તકોને સહયોગ પૂરું પાડવા નવી ઈમારતમાં સંરક્ષણ પ્રયોગશાળા પૂરી પાડવામાં આવશે. સંસ્થા અને તેના ભાવી માટે આ એક મોટો કૂદકો હશે.

કરણી સેનાના રાજકોટ જિલ્લા પ્રમુખ જયકિશનસિંહ ઝાલાનો આજે જન્મદિવસ

સુરેન્દ્રનગર જિલ્લાના ભડવાણા ગામના વતની અને 2ાજકોટને પોતાની કર્મ ભૂમિ બનાવનાર જયકિશનસિંહ વિજયસિંહ ઝાલાનો આજે જન્મ દિવસ છે. તેઓ ક્ષત્રિય કરણી સેના રાજકોટ જિલ્લા પ્રમુખ અને શહેર યુવા ભાજપ ઉપ પ્રમુખ છે. નાની ઉમરે સારી લોક ચાહના ધરાવે છે. તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભા 69 મત વિસ્તારમાં ભાજપના ઉમેદવા2 ડો.દર્શિતાબેન શાહને સારી એવી લીડ અપાવી છે. ક્રાઈમક્રાઇમ બ્રાન્ચના પ્રમાણિત અને કર્તવ્ય નિષ્ઠ નિવૃત એએસઆઇ વિજયસિંહ મંગળસિંહ ઝાલાના  પુત્ર જયકિશનસિઁહ ઝાલાના મિલન શા2 સ્વભાવ અને સ્વચ્છ પ્રતિભાથી 2ાજપુત સમાજ ગૌરવ અનુભવે છે. જયકીશનશિહ ઝાલાના મોબાઇલ નંબર 9624600009 નંબ2 પ2 સગા-સંબંધીઓ અને મિત્ર વર્તુળ દ્વારા જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.