Abtak Media Google News

તાલુકા મામલતદારે ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરી: આશરે ૧ હજાર ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

વાવડીમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને ૭ જેટલા શેડ ઉભા કરી દેવામાં આવ્યા હતા ત્યારે આ દબાણ સામે તાલુકા મામલતદારે આજે ડિમોલીશનની કાર્યવાહી હાથધરી હતી. જેમાં સાતેય શેડ ઉપર બુલડોઝર ફેરવીને ૧૦૦૦ ચો.મી. જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

વાવડી સર્વે નં.૧૯ની પ્લોટ નં.૧૬,૧૭ અને ૧૮ની ૯૦૦૦ ચો.મી. જેટલી જમીનમાંથી સરકારી ૧૦૦૦ ચો.મી. જેટલી જમીન ઉપર પેશકદમી કરીને દબાણ કરવામાં આવ્યું હતું જોકે ગત તા.૨નાં રોજ તાલુકા મામલતદારે નોટીસ પાઠવીને દબાણ દુર કરી દેવાનો આદેશ આપ્યો હતો પરંતુ આસામીઓએ હાઈકોર્ટમાં જઈ એક મહિનાની મુદત માંગી હતી જેના પગલે ૩૫૦ મીટર જગ્યામાં ડિમોલીશન કરવા ઉપર હાઈકોર્ટે સ્ટે આપી દીધો હતો જયારે બાકીનાં દબાણ ઉપર આજે તાલુકા મામલતદારની ટીમ દ્વારા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૭ શેડ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.