Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં હાલ આંતર કોલેજ-૨૦૧૭ સ્પર્ધા ચાલી રહી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે Vlcsnap 2017 09 16 13H06M23S117આજે બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાત ટીમોએ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો અને પહેલો મેચ ક્રાઈસ્ટ કોલેજ અને હરીવંદના કોલેજ વચ્ચે રમાયો હતો. જેમાં હરીવંદના કોલેજ વિજેતા બની છે. સાંજે ૫:૦૦ કલાક સુધી આ ઈવેન્ટ ચાલવાની છે. બીજી બે જામનગરની ટીમનો મેચ કાર્યરત હતો. અંદાજીત સાંજે આ ટુર્નામેન્ટ પુરી થશે અને વિજેતા ટીમ જાહેર થશે. તેમ શારીરિક શિક્ષણ વિભાગના હેડ જયદિપસિંહ ચૌહાણે જણાવ્યું હતું અને આ ટુર્નામેન્ટ માટે શારીરિક શિક્ષણ વિભાગ સહિત સ્પોર્ટસ એકેડેમી કાર્યકર ગુરૂભાઈએ જહેમત ઉઠાવી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.