Abtak Media Google News

ટ્રક સહિત ૨.૭૧ લાખના મુદામાલ સાથે બે શખ્સોને અટકાયતમાં લેવાયા

વાંકાનેર નજીક રૂ.૭૧,૧૦૦ની કિંમત નો ૨૩૭ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જતા ટ્રકને અટકાવીને પોલીસે બે શખ્સને ઝડપી પાડ્યો છે.પોલીસે ૨.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ બાતમીના આધારે પોલીસે વાંકાનેર નજીક ટ્રકને અટકાવી ચેકીંગ કરતા તેમાંથી વિદેશી દારૂ બોટલ નંગ ૨૩૭ કિંમત રૂ.૭૧,૧૦૦ મળી આવી હતી.પોલીસે ટ્રક ડ્રાયવર ધીરુભાઈ કુંવરજીભાઇ જીંજરીયા ઉ.વ.૩૭ , અને તેની બાજુમાં બેઠેલા મહેશભાઈ નરશીભાઈ ચૌહાણની ધરપકડ કરી છે. વધુમાં પોલીસે રૂ.૨.૭૧ લાખનો મુદામાલ કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.