Abtak Media Google News
  • તપાસનો રેલો મોટા માથા સુધી પહોંચે તેવી પ્રબળ શકયતા

Morbi News

મોરબીના વીરપરડા ગામ ખાતેની ૐ બન્ના હોટેલમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી પેટ્રોલ-ડીઝલ ચોરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મામલામાં એસએમસીએ પોલીસકર્મી સહીત 9ની ધરપકડ કરી છે જયારે 3 શખ્સોને ફરાર બતાવ્યા છે. કૌભાંડમાં ખુદ પોલીસકર્મીની સંડોવણી ખુલતા સમગ્ર મામલાની તપાસ એસએમસીએ પોતાની પાસે રાખતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. એસએમસીએ પોતે જ તપાસ રાખતા હજુય આ પ્રકરણમાં અનેકના તપેલા ચડે અને તપાસનો રેલો હજુ મોટા માથા સુધી પહોંચે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

મોરબી તાલુકાના વીરપરડા ગામના પાટીયા નજીક આવેલ ઓમ બન્ના હોટેલમાં ગત તા.04 ફેબ્રુઆરીના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી પોલીસકર્મીના ભાગીદારીવાળા ડિઝલ-પેટ્રોલ ચોરી કરી તેનું વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જખઈના દરોડામાં એક પોલીસકર્મી સહીત 9 આરોપીને સ્થળ ઉપરથી ઝડપી લેવામાં આવ્યા હતા જયારે મેઈન સૂત્રધાર હોટલ માલિક સહિતના 3 આરોપીને ફરાર દર્શાવી ડિઝલ પેટ્રોલનો જથ્થો, ટેન્કર, થાર જીપ, સ્વીફ્ટ કાર તથા 10 મોબાઇલ સહીત કુલ રૂ.47 લાખથી વધુનો મુદામાલ કબ્જે લઇ તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના પોલીસ હેડ કોન્સ. સુરેશભાઈ પ્રજાપતિએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપીઓ નેતારામ ઉર્ફે રાજુ જગદીજી બાવરી હાલરહે. ઓમબન્ના હોટલમાં તા.જી.મોરબી મુળરહે. ગણા મંગરા ગામ તા.બીલાડા

જી. જોધપુર(રાજસ્થાન), ગોવિંદ હડમાનરામજી બાવરી હાલરહે. ઓમબન્ના હોટલમાં તા.જી.મોરબી મુળરહે. ગણામંગરા ગામ તા.બીલાડા જી. જોધપુર(રાજસ્થાન), સંતોક ચમનારામ બાવરી હાલરહે. ઓમબન્ના હોટલમાં તા.જી.મોરબી મુળરહે. બોયલગામ રામનિવાસની દુકાનની બાજુમા તા.પીપાડ જી. જોધપુર(રાજસ્થાન), પ્રકાશ નાથુરામ બાવરી હાલરહે. ઓમબન્ના હોટલમાં તા.જી.મોરબી મુળરહે. પીચીયાક ખેમારામજી કી ઢાણી તા.બીલાડા જી. જોધપુર(રાજસ્થાન), હિરાલાલ ધરમારામ બાવરી હાલરહે. ઓમબન્ના હોટલમાં તા.જી.મોરબી મુળરહે. કાપેડા ગામ પ્રથામિક સ્કુલની બાજુમાં તા. બીલાડા જી. જોધપુર(રાજસ્થાન), રાજેશભાઇ ઉર્ફે રાજુ દેવાભાઇ ખુંગલા રહે. મ.નં. 82 તુલસીપાર્ક સોસાયટી સ્વામીનારાયણ મંદિરની પાછળ કંડલા બાયપાસ રોડ મોરબી તા.જી. મોરબી, શક્તિસિહ માધુભા જાડેજા રહે.જાખર ગામ ગૌશાળા વિસ્તાર તા.લાલપુર જી.જામનગર, રાજેશભાઇ રામજીભાઇ મારવણીયા રહે. રાજપર નવો પ્લોટ વિસ્તાર શેરી નં -2 સરકારી સ્કુલની સામે તા.જી. મોરબી, ભરતભાઇ પરબતભાઇ મીયાત્રા ઉવ. 37(પોલીસ કોન્સ.)રહે મોરબી કુબેરનગર, અક્ષરધામ પાર્ક રેલવે સ્ટેશન રોડ તથા ત્રણ આરોપી કે જેને ફરાર દર્શાવ્યા છે જેમાં મુખ્ય સૂત્રધાર ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા આહિર રહે નાગડાવાસ જી. મોરબી, શ્રવણસિંહ રાજપુત રહે રાજસ્થાન, બીપીનભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે આરોપી ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા, શ્રવણસિંહ રાજપુત તથા ભરતભાઇ પરબતભાઇ મીયાત્રા પોલીસકર્મી ભાગીદારીમાં આરોપીની માલીકીની ઓમ બન્ના હોટલમાં પેટ્રોલ/ડિઝલના ટેંકરોના ડ્રાઇવરો સાથે મળી ટેન્કરોમાંથી પેટ્રોલ/ડીઝલ ચોરી કરી, ગુનાહીત કાવત્રુ રચી આરોપીઓ ટેન્કર ડ્રાઈવર જે જગ્યાએ ટેન્કરો ખાલી કરવાના હોય ત્યાં નહી જઈ, તેમજ પોતાના માલીક સાથે વિશ્વાસઘાત કરી ઉપરોક્ત પોલીસકર્મી સહિતના ભાગીદારોએ ટેંન્કર ડ્રાઈવરો પાસેથી પેટ્રોલ/ડિઝલની ચોરી કરાવી ડ્રાઇવરો પાસેથી ઓછી કિંમતે પેટ્રોલ/ડિઝલની ખરીદી કરી, પોતે ખરીદ કરેલ પેટ્રોલ/ડિઝલ ઓમ બન્ના હોટલમાં સંગ્રહ કરી, અલગ અલગ વાહનોમાં બજાર ભાવ કરતા ઓછી કિંમતે વેંચી આપી કોઇ લાયસન્સ પરમીટ વગર પેટ્રોલ/ ડિઝલ વધુ જથ્થામાં સંગ્રહ કરી પોતાના હવાલાવાળી હોટલમાં તથા હોટલના કમ્પાઉન્ડમાં આવેલ ઓરડીમાં રાખી વેંચાણ કરી કરાવી ગુન્હો કરવામાં એક બીજાને મદદગારી કરતા હોવાની ફરિયાદ લખાવી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

હાલ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ટીમ દ્વારા ટેન્કરમાં ભરેલ તથા બહાર હોટલમાં સંગ્રહ કરેલ પેટ્રોલ ડિઝલનો જથ્થો 20,200 લીટર તથા ટેન્કર રજી નં- GJ-02-XX 1672 તથા સ્વીફ્ટ કાર રજી.નં GJ-36-RB – 8607 તથા નંબર વગરની બ્લેક મહિન્દ્રા થાર, 10 મોબાઇલ તેમજ રોકડા રૂ.3,05,935/- સહીત 47,05,085/- નો મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં આઇપીસી કલમ 379,407,411, 120 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભોજન ઓછું અને ’ભરમાવાનું’ જાજુ…

હાઇવે પરના ધાબાઓમાં ધમધમતી ગેરકાયદે પ્રવૃતિઓ પર દેખરેખ રાખવાની જવાબદારી કોની?

જે રીતે વીરપરડાની હાઇવે ધાબામાંથી ગેરકાયદે પેટ્રોલ-ડીઝલનો જથ્થો ઝડપાયો છે તેવી રીતે હાઇવે પરના અનેક ધાબાઓમાં અઢળક ગેરકાયદે ધંધાઓ ધમધમે છે. આ ધાબાઓમાં ભોજન ઓછું અને ભરમાવાનું જાજુ થતું હોય તેવું જગ જાહેર છે. ફકત ડીઝલ ચોરી જ નહિ પણ સાથોસાથ હવાલાથી માંડી ગુનેગારોને પનાહ આપવા સુધીની પ્રવૃતિઓ પણ ક્યાંક થતી હોય તેવા અહેવાલો સામે આવતા હોય છે ત્યારે હવે હાઇવે પરના ધાબાઓ પર દેખરેખ રાખવાની તાતી જરૂરીયાત ઉભી થઇ છે પણ સવાલ એવો છે કે, આ દેખરેખ રાખવાની જવાબદારી નિભાવશે કોણ?

ડીઝલ કૌભાંડ બાદ કોલસા ચોરી કરનારાઓ પણ એસએમસીની રડારમાં?!!

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વીરપરડા ગામ ખાતે રેઇડ કરીને 20 હજાર લિટર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ઝડપી પાડી પોલીસકર્મી સહીત 9ની ધરપકડ કરી છે અને 3 આરોપીઓને ફરાર બતાવવામાં આવ્યા છે. હવે આ પ્રકરણ બાદ મોરબીમાં બેફામ ચાલતા કોલસા ચોરી કરનારાઓ પણ ક્યાંક એસએમસીની રડાર હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. એસએમસી ટૂંક સમયમાં જ કોલસા ચોરીના મસમોટા કૌભાંડ પર તૂટી પડે તેવા એંધાણ છે. જેના લીધે કોલસા ચોરીના કાળા કારોબારીઓની નીંદ પણ અત્યારથી જ હરામ થઇ ગઈ છે.

ડીઝલ ચોરીની રેઇડ કરવા ગયેલી એમ.એમ.સી. ની ટીમને આરોપી પોલીસ કર્મી પાસેથી બીયરનો પણ જથ્થો મળી આવ્યો

મોરબી તાલુકાના વીરપરડા ગામના પાટીયા પાસે આવેલ ઓમ બન્ના હોટલમાં પેટ્રોલ ડિઝલ ચોરીના ચાલતા કૌભાંડમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા દરમિયાન પેટ્રોલ ડિઝલ ચોરી કરી વેચાણના સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલ પોલીસકર્મી ભરતભાઈ પરબતભાઇ મિયાત્રા ઉવ.37 રહે.કુબેરનગર અક્ષરધામ પાર્ક પાસેથી નંબર પ્લેટ વગરની મહિંદ્રા થાર માંથી પાસ પરમીટ વગરના બિયરના 8 ટીન મળી આવ્યા હતા. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આરોપી ભરતભાઈ પરબતભાઇ મિયાત્રા વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ તાલુકા પોલીસ મથકમાં વધુ એક ગુન્હો નોંધાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.