Abtak Media Google News

ભારતીય જળ સીમા અજાણતા ઓળંગી પાકિસ્તાનના દરિયામાં માછીમારી કરવા પહોચતા ભારતીય માછીમારોને બે વર્ષ બાદ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવાની કરાયેલી જાહેરાતથી સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોના માછીમારોના પરિવારમાં દિવાળી પૂર્વે જ દિવાળી જેવો માહોલ સાથે ખુશ થયો છે. ડોકયુમેન્ટ વેરીફીકેશનની કામગીરીમાં વિલંબના કારણે હજી 143 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. પાક્સ્તિાન જેલમાંથી મુક્ત થતા 80 માછીમારો ધન તેરસના દિવસે પોતાના વતન પહોચશે તેવું સુત્રો જણાવી રહ્યા છે.

પાકિસ્તાનની જેલમાં કેદ માછીમાર પરિવાર માટે સારા સમાચાર સામે આવ્યા છે.પાકિસ્તાન જેલમાં કેદ 80 જેટલા ભારતીય માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ માછીમારો 10 નવેમ્બરે વાઘા બોર્ડર પર પહોંચશે અને ત્યાંથી ટ્રેન મારફતે વેરાવળ પહોંચશે.હાલ તો પાકિસ્તાનમાં કેદ માછીમાર પરિવારમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે .

વેરાવળ, ઉના, પોરબંદર અને સુત્રાપાડા પંથકના માછીમાર પરિવારમાં બે વર્ષ બાદ દિવાળી પૂર્વે દિવાળી જેવો માહોલ

ડોક્યુમેન્ટ વેરીફીકેશનની કામગીરીમાં વિલંબના કારણે હજી 143 ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં

પાકિસ્તાન દ્વારા અવાર નવાર ભારતીય જલસીમાં નજીકથી ભારતીય બોટ અને માછીમારોને અપહરણ કરવામાં આવે છે.પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓ દ્વારા અપહરણ કરેલ માછીમારોને જેલમાં કેદ કરવામાં આવી રહ્યા છે અને સમયાંતરે તેમને મુક્ત કરવામાં આવી રહ્યા છે.બુધવારે પણ પાકિસ્તાનમાં 2021 થી કેદ 80 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે.પાકિસ્તાનની લાઢી જેલમાં કેદ ભારતીય માછીમારોને 9 નવેમ્બરના દિવસે મુક્ત કરી અને ત્યાંથી કરાચી અને ઇસ્લામાબાદ થઈ 10 નવેમ્બરે વાઘા બોર્ડરે પહોંચશે અને ત્યાં ભારતીય સુરક્ષા એજન્સીને સોંપી અને આ ભારતીય માછીમારોને ટ્રેન મારફતે વેરાવળ પહોંચશે.જોકે આ સમાચારને લઈને પાકિસ્તાનની જેલમાં કેદ માછીમાર પરિવારમાં દિવાળી પૂર્વે જ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે .

પોરબંદર માછીમાર સમાજના આગેવાન અને પાકિસ્તાન ઇન્ડિયા પીસ ફોરમ એન્ડ ડેમોક્રેસીના રાષ્ટ્રીય કારોબારી સભ્ય જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે હજુ પણ 143 જેટલા ભારતીય માછીમાર પાકિસ્તાન જેલમાં કેદ છે.આ માછીમારોન ડોક્યુમેન્ટ વેરીફીકેશનની કામગીરીમાં વિલંબને લઈને વર્ષોથી પાકિસ્તાનની જેલમાં કેદ છે . ભારતીય માછીમારો પાક . જેલમાં સબળી રહ્યા છે .

પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલા

કોડીનારના દુદાણના સાગર ખેડુતની સ્મશાનયાત્રામાં  હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા

કોડીનારનાં દુદાણા ગામનાં માછીમારનો મૃતદેહ પાકિસ્તાન જેલમાંથી વતન પહોંચતા ગામમાં શોકનું વાતાવરણ પ્રસરી જવા પામ્યું હતું . કોડીનારના દુદાણા ગામના ભૂપતભાઈ જીવાભાઈ વાળા (ઉ .55 ) ના પોરબંદરની જી.જે. 25.2912 નબરની રજત્રીસુલ નામની બોટમાં ખલાસી તરીકે કામ કરતા હતા .

જે દરિયામાં ફિશીંગ દરમિયાન 12 ઓક્ટોબર 2021 નાં પાકિસ્તાન સિક્યુરિટી દ્વારા અપહરણ કરી લેવાયું હતું . પાક જેલમાં  ભૂપતભાઈ જીવાભાઈ વાળાનું ટૂંકી બીમારીના કારણે મૃત્યુ થયુ હતુ . જેની પરિવારને જાણ થતા ગામલોકો  અને સસ્થાઓ દ્વારા સરકારમાં રજૂઆત કરતા  પાકિસ્તાનથી આવતા ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા ભૂપતભાઈનાં મૃતદેહ દુદાણા તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો .

જે સમયે ગામમાં તથા પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું હતું . મૃતક ભૂપત ભાઈને 3 દીકરી અને 1 દીકરો છે . મૃતકની સ્મશાન યાત્રામા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં .સમગ્ર ગામમાં શોક સાથે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.