Abtak Media Google News

કમ્યુનિટી રેડિયો સ્ટેશનને ઓપરેટ કરવા માટેનું લાઈસન્સ મેળવવાની પ્રક્રિયાને હળવી પણ બનાવી દીધી છે.

કેન્દ્રના માહિતી-પ્રસારણ ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે સરકાર ટૂંક સમયમાં જ દેશના 284 શહેરોમાં 808 એફએમ રેડિયો સ્ટેશનોના ઈ-ઓક્શનની પ્રક્રિયા હાથ ધરશે. અહીં રીજનલ કમ્યુનિટી રેડિયો સંમેલનમાં સંબોધન કરતાં ઠાકુરે કહ્યું કે સરકારે રેડિયો સ્ટેશન્સ, ખાસ કરીને કમ્યુનિટી રેડિયો સ્ટેશનને ઓપરેટ કરવા માટેનું લાઈસન્સ મેળવવાની પ્રક્રિયાને હળવી પણ બનાવી દીધી છે. સરકારે આ લાઈસન્સ મેળવવા માટે પાલન કરાનાર શરતોની સંખ્યા ઘટાડી દીધી છે.

રિજ્યોનાલ કોમ્યુનિટી રેડિયો સંમેલન મા ઉપસ્થિત રહેલા અનુરાગ ઠાકોરે જણાવ્યું હતું કે હવે જે કોઈ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન સ્થાપિત કરવા માંગતું હશે તેમના માટે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે હાલ ભારતમાં 113 શહેરો અને 26 રાજ્યોમાં 388 એફએમ રેડીયો સ્ટેશન કાર્યરત છે ત્યારે સરકાર વધુ 88 ચેનલો અને 284 શહેરો માટે એ ઓપ્શન હાથ ધરશે જેથી રેડિયો સર્વિસ ને વધુ વિકસિત બનાવી શકાય. ગામડામાં રેડિયો કવરેજ સારી રીતે મળે તે માટે સરકાર રેડિયો ટાવર પણ ઉભા કરી રહી છે.

ટાયર ત્રણ શહેરોમાં એફએમ નેટવર્ક ઉભા કરવા માટે સરકારે પ્લાન નિર્ધારિત કર્યો છે. સરકારે ચાલુ વર્ષમાં બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક ડેવલપમેન્ટ સ્કીમ ના વ્યાપને વધારવા માટે એર એફએમ ટ્રાન્સમીટર ઉભા કરવામાં આવી રહ્યા છે. ઉનારા દિવસોમાં રેડિયો કવરેજ સરળ બને તે હેતુસર હાલ કામગીરી હાથ ધરાશે અને લોકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે કે તેઓ  કોમ્યુનિટી રેડિયો માં આગળ આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.