Abtak Media Google News

18 ફાર્મા કંપનીઓના લાયસન્સ રદ્દ કરાયાં: ત્રણ ઇ-ફાર્મસીને નોટિસ ફટકારાઈ

ભારત સરકારે નકલી દવાઓ બનાવતી 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ રદ કર્યા છે. આ કંપનીઓ પર આરોપ છે કે તેમની દવાઓની ગુણવત્તા નિર્ધારિત ધારા ધોરણો મુજબ નથી. ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે 76 ફાર્માસ્યુટિકલ કંપનીઓનું નિરીક્ષણ કર્યું હતું. આમાંથી કંપનીમાં બનેલી 17 દવાઓ સારી ગુણવત્તાની ન હતી, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ 17 કંપનીઓને તાત્કાલિક દવાઓનું ઉત્પાદન બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

નકલી દવાઓ બનાવતી કંપનીઓ સામે ઘણા દિવસોથી અભિયાન ચાલી રહ્યું છે. 20 દિવસ સુધી ડીસીજીઆઈની 20 થી 25 ટીમો દેશના વિવિધ રાજ્યોમાં ફાર્મા કંપનીઓનું નિરીક્ષણ કરી રહી છે. આ દરમિયાન જ્યાં નિયત ધોરણો મુજબ દવાઓ ઉપલબ્ધ નથી. ત્યાં લાયસન્સ રદ કરવામાં આવી રહ્યા છે. આ કંપનીઓ ઉપરાંત 26 જેટલી ફાર્મા કંપનીઓને કારણ બતાવો નોટિસ પણ જારી કરવામાં આવી છે.

જે કંપનીઓના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે તેમાં હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડની કંપનીઓ છે. આ પહેલીવાર નથી જ્યારે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ફાર્મા કંપની વિરુદ્ધ કાર્યવાહી કરી હોય. થોડા મહિના પહેલા હિમાચલ અને ઉત્તરાખંડની કેટલીક ફાર્મા કંપનીઓના લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા. આ દવાઓ લોકોને ઓનલાઈન પહોંચાડનારી ત્રણ કંપનીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે. આ બંને કંપનીઓ પર ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના ઉલ્લંઘન તરીકે કાર્યવાહી કરવામાં આવી છે.

આ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે જ્યારે કોર્ટે દવાઓની ઓનલાઈન ડિલિવરી પર પ્રતિબંધ મૂક્યો છે તો પછી તેઓ ઓનલાઈન દવાઓ કેમ વેચી રહી છે.  આ મામલે તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે અને જો સાચો જવાબ નહીં મળે તો યોગ્ય કાર્યવાહી કરવા પણ કહેવામાં આવ્યું છે.

ઓનલાઈન દવાનું વેંચાણ કરતી ત્રણ ફાર્મા કંપનીઓને નોટીસ પણ ફટકારવામાં આવી છે. જેમાં નેટમેડ્સ, ટાટા 1એમજી, ફાર્મઇઝી ઇ-ફાર્મસીનો સમાવેશ થાય છે.

દિલ્લી હાઇકોર્ટના ફરમાન બાદ કાર્યવાહીનો ધમધમાટ

થોડા દિવસો પહેલા દિલ્હી હાઈકોર્ટે ત્રણ ઓનલાઈન ફાર્મસી સામે આદેશ જારી કર્યો હતો. આ કંપનીઓ ડીજીસીઆઈના લાયસન્સ વિના દવાઓનું વેચાણ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ કોર્ટે ડિજીસીઆઈને કાર્યવાહી કરવા આદેશ જારી કર્યો હતો.  જે બાદ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની અનેક ટીમો ફાર્માસ્યુટિકલ કંપનીઓનું નિરીક્ષણ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.