Abtak Media Google News

ધો. ૩ થી ૮ સુધીના વિદ્યાર્થીઓ ગુજરાતી વાંચવા-લખવામાં નબળા

વેપારી ગણાતા ગુજરાતીઓ સતત અવનવું સ્વીકારવા માટે તૈયાર રહે છે. વૈશ્વિક ભાષા તરીકે ઇગ્લીશ સર્વત્ર વપરાતી હોય ગુજરાતીઓમાં ઇગ્લીશ ભાષા શીખવવાનો છેલ્લા થોડા દાયકાઓથી અનોખી ક્રેઝ  જોવા મળે છે. ગુજરાતીઓ પોતાના બાળકોને નાનપણથી જ ઇગ્લીશ મીડીયમ સ્કુલોમાં અભ્યાસ કરાવવા લાગ્યા છે જેના કારણે ગુજરાતી બાળકો માતૃભાષા ગુજરાતીમાં જ કાચા રહી જતા જોવા મળે છે. ગુજરાતીઓની ઇગ્લીશ તરફની દોડ બરાબર છે પરંતુ, માતૃભાષાનું ગૌરવ પણ જળવાયુ જોઇએ તેવી શિક્ષણ પ્રેમીઓની લાગણીઓ ઉઠી રહી છે.

રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે રાજય સરકાર દ્વારા સંચાલીક સ્કુલોના ધો.૩ થી ૮ ના ૮૧.૪૭ ટકા વિઘાર્થીઓ ગુજરાતી વાંચી કે લખી શકતા નથી. ગુજરાતીનું આ કાચુ જ્ઞાન વિઘાથર્થીઓને ગણિત અને વિજ્ઞાન જેવા અધરા વિષયો શીખવા માટે હાનિકારક પુરવાર થઇ રહ્યા છે. એપ્રિલ-૨૦૧૯માં હાથ ધરાયેલા આ અભ્યાસમાં સરકારી સ્કુલોના ધો. ૩ થી આઠ વચ્ચેના ૪૩ લાખ વિઘાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. નવેમ્બર-૨૦૧૮ માં કરવામાં આવેલા પ્રથમ અભ્યાસની સરખામણીમાં એપ્રિલ-૨૦૧૯ માં થયેલા અભ્યાસમાં વિઘાર્થીઓના ગુજરાતી ભાષાના જ્ઞાનમાં થોડો સુધારો થયેલો જોવા મળ્યો હતો.

આ અભ્યાસમાં જોવા મળ્યું છે કે ૮૬.૫૧ ટકા વિઘાર્થીઓ પોતાની માતૃભાષા  ગુજરાતીના યોગ્ય રીતે લખી કે વાંચી શકતા પણ નથી. ગુજરાત સરકારે છેલ્લા ઘણા વર્ષોથી શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ કાર્યક્રમોને પ્રોત્સાહન આપીને સરકારી સ્કુલોના શિક્ષણના સ્તરને સુધારવા માટે કમર કસી છે. પરંતુ, આ અભ્યાસના આવેલા આંકડા આ કાર્યક્રમો માટે નિરાશાજનક પરિસ્થિતિને પ્રતિબિબિન કરે છે. જો કે નવેમ્બર-૨૦૧૮ માં આ અભ્યાસનો રીપોર્ટ આવ્યા

બાદ રાજય સરકારે સરકારી સ્કુલો માટે ‘મિશન વિઘા ’યોજનાનો પ્રારંભ કર્યો છે.

આ અભ્યાસમાં જણાવાયું છે કે નવેમ્બર ૨૦૧૮ માં, છઠ્ઠા અને આઠમા ધોરણના ૯૩.૭૩ ટકા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં ૫૦ ટકાથી ઓછા ગુણ મેળવ્યા હતા. જો કે, આ આગળના ભાગમાં નોંધપાત્ર સુધારો થયો છે. એપ્રિલ ૨૦૧૯ના અભ્યાસમાં વિજ્ઞાનમાં ૫૦% કરતા ઓછા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને ૮૧.૩૫% થઈ ગઈ હતી. તેવી જ રીતે, નવેમ્બર ૨૦૧૮ માં, ૭૫.૫૬ ટકા વિદ્યાર્થીઓએ સામાજિક અભ્યાસમાં ૫૦% કરતા ઓછા ગુણ મેળવ્યા. એપ્રિલ ૨૦૧૯ના અભ્યાસમાં આ આંકડો ૬૭.૫૧ ટકાએ પહોંચ્યો હતો.

આ અભ્યાસમાં સંકળાયેલા રાજ્ય સરકારના એક વરિષ્ટ કે જેઓ અધિકારી મિશન વિદ્યા કાર્યક્રમના અમલીકરણ સો જોડાયેલા છે તેમણે સ્વીકાર્યું હતું કે સરકારી શાળાઓમાં શિક્ષણ પ્રણાલિને ઘણાં ગંભીર પ્રશ્નો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાતી ત્રીજા અને આઠમી વચ્ચેની સરકારી શાળાઓની મોટી સંખ્યામાં માતૃભાષા છે, પરંતુ આ ભાષાના નબળા જ્ઞાનથી અન્ય વિષયોમાં તેમના ગ્રેડને અસર થાય છે.

તેમણે ઉમેર્યું હતું કે નવેમ્બર ૨૦૧૮ પછી, ‘મિશન વિદ્યા’ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ હાથ ધરવામાં આવી છે. સરકારે ખરાબ દેખાવ સાથે ક્લસ્ટરોની ઓળખ કરી છે અને આ ક્લસ્ટરોમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે ધ્યાન કેન્દ્રિત પ્રયત્નો શરૂ થયા છે. આગામી મહિનાઓમાં ગુજરાતીઓની નબળી જાણકારી ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦ ટકાથી નીચે રહેવાની અમે અપેક્ષા રાખીએ છીએ.

ગુજરાતના વિદ્યાર્થીઓમાં હાલ અંગ્રેજી ભાષાને લઇ એક ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે વાલીઓ પણ વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં ભણતર આપવાના બદલે અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું નક્કી કરતા હોય છે જે એક સ્ટેટસ સીમ્બોલ માનવામાં આવે છે. ત્યારે ગુજરાતના જ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ઢ હોવાનું સામે આવ્યું છે ત્યારે જો આ વયમન્સયતા વધુને વધુ જોવા મળશે તો તે સમય દૂર નહીં જ્યારે વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષા ભૂલી જઇ અંગ્રેજી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.