Abtak Media Google News

રાજકોટ, ગ્રામ્ય, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૪૮૪ વાહન ડીટેઇન કરાયા

કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉન ત્યારે લોક ડાઉનનો ભંગ કરી લટાર મારવા નીકળેલા સૌરાષ્ટ્રના ૮૬૪ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ, રૂરલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, બોટાદ, અમરેલી, પોરબંદર, અને સુરેન્દ્રનગર પોલીસે લોક ડાઉનનો અમલ કરાવવા ૪૮૪ વાહન ડીટેઇન કર્યા છે.

Advertisement

રાજકોટ શહેરના કોઠારિયા નાકા, જ્યુબીલી ચોક, ઢેબર ચોક અને ઇન્ડિયા બેકરી પાસેથી ૬ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. બેડીપરા, આશ્રમ ચોક, નવાગામ, મોરબી રોડ જકાત નાકા, ડી માર્ટ, સંત કબીર રોડ અને માકેર્ટીંગ યાર્ડના ગેઇટ પાસેથી ૧૧ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આજી ડેમ ચોકડી, રાજારામ સોસાયટી, ચુનારાવાડ ચોક, પાંજરા પોળ, આંબાવાડી, દુધ સાગર રોડ અને નવા થોરાળા પાસેથી ૧૧ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. હુડકો ચોકી, નવનીત ડેરી, દેવપરા, સોરઠીયાવાડી સર્કલ અને ચૌહાણ ઓટો પાસેથી ભક્તિનગર પોલીસે ૮ શખ્સોની ધરપકડ કરી છે. બેડી, કુવાડવા અને માલીયાસણ પાસેથી ૯ શખ્સોને કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. ઢોલરાના પાટીયુ, કોઠારિયા રોડ હરી દર્શન મેગા મોલ, સ્વાતિ પાર્ક અને આજી ચેક પોસ્ટ ૬ શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે.

મવડી ચોકડી, રામેશ્ર્વર પાર્ક, સહયોગ હોસ્પિટલ, ભોલેનાથ સોસાયટી, કે.કે.વી.ચોક, કોટેચા ચોક અને નાના મવા સર્કલ પાસેથી ૧૨ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. પારસી અગીયારી ચોક, સદર બજાર, રેલનગર અને મહર્ષિ દયાનંદ ટાઉન શીલ પાસેથી ૬ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. માધાપર ચેક પોસ્ટ, હનુમાન મઢી, એસ.કે.ચોક, ઇન્દિરા સર્કલ અને નાણાવટી ચોક પાસેથી ૭ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. પાટીદાર ચોક, મવડી ગામ, બાપા સિતારામ ચોક, વાવડી ગામ, પુનિતનગર પાણીનો ટાંકો, મામા સાહેબ મંદિર અને મોટા મવા પાસેથી ૧૨ શખ્સોને તાલુકા પોલીસે ધરપકડ કરી છે. શિતલ પાર્ક, રૈયાધાર, અયોધ્યા પાર્ક અને સાધુવાસવાણી રોડ પાસેથી ૬ શખ્સોની યુનિર્વસિટી

પોલીસે ધરપકડ કરી છે. જુદા જુદા ૩ પોલીસ મથકના સ્ટાફ અને ટ્રાફિક બ્રાન્ચે ૪૯૨ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણી ૧૦, જામકંડોરણા ૫, ધોરાજી ૩૧, જેતપુરમાં ૪૦, લોધિકામાં ૧૨, ગોંડલમાં ૩૦, ઉપલેટામાં ૧૯, ભાયાવદરમાં ૧૩, વિછીંયામાં ૩, વિરપુરમાં ૩, આટકોટમાં ૫ અને શાપરમાં ૧૭ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

બોટાદમાં ૪૧, દેવભૂમિ દ્વારકામાં ૩૨, ગીર સોમનાથમાં ૪૮, પોરબંદર ૬૭, મોરબીમાં ૩૨, ભાવનગર ૧૫૯, સુરેન્દ્રનગર ૩૮, જૂનાગઢમાં ૧૨૯, જામનગર ૩૦, અને અમરેલી ૧૧૯ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૪૮૪ વાહન ડીટેઇન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.