Abtak Media Google News

કોરોનાને પગલે લોકડાઉનના સમયમાં સરકાર દ્વારા નિ:શુલ્ક રાશન વિતરણ આપવામાં આવી રહ્યું છે. સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ પ્રભાસ પાટણ અને ભીડીયા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનો પર સરપ્રાઇઝ ચેકીંગ કર્યુ હતું. મુલકાત દરમિયાન ગ્રાહકો તેમજ દુકાનદારની રજુઆતને સાંભળી તેનો યોગ્ય નિકાલ કરવા તેમજ ભવિષ્યમાં પણ કોઇ  પ્રશ્ર્નો ઉદભવશે તો તાત્કાલીક ઉકેલ લાવવા ખાત્રી આપી હતી. આ તકે કોંગ્રેસ ટીમ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ મહામંત્રી પ્રેમભાઇ ગઢીયા, ઉપપ્રમુખ હર્ષલભાઇ ઋષિ, દિનેશભાઇ બામણીયા, ભરતભાઇ વાળા, મનોજભાઇ વગેરે હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.